જાણો, પુરુષો ક્યારે બને છે બોરિંગ અને ક્યારે આવે જોશમાં

હરવું ફરવું દરેક માણસને ગમતું હોય છે. દરેક લોકો પોતાની લાઈફમાં એક એક્સાઈટમેન્ટ રહે તેવું ઈચ્છતા હોય છે. જો કે જીવન જીવવાની રીત દરેક વ્યક્તિની અલગ હોય છે, પરંતુ હાલમાં થયા એક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે એક ઉમર પછી પુરુષો બોરિંગ થઈ જતા હોય છે.

હોમ રેન્ટલ સાઈટ Airbnb દ્વારા પુરુષોના જીવન અંગે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સર્વે 2000 લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ માર્ક કરવામાં આવ્યું હતું કે પુરુષો કઈ વસ્તુઓને લઈને વધારે એક્સાઈટ રહેતા હોય છે.

આ સર્વેમાં એવો ખ્યાલ આવ્યો કે, 27 વર્ષની ઉંમર સુધી પુરુષો વધારે એક્સાઈટ હોય છે, અને 39ની ઉંમર સુધીમાં તો પુરુષો બોરિંગ થઈ જતા હોય છે. જો કે આ સર્વેમાં એવું પણ નિદાન કરવામાં આવ્યું છે કે, 50ની ઉંમર પછી પુરુષોમાં ફરીથી જીંદગી જીવવાનો જોશ આવી જતો હોય છે.

You might also like