પુરુષો કરતાં પાંચ વર્ષ વધુ જીવે છે મહિલાઅો

ન્યૂયોર્ક: અમેરિકાનાં સંશોધનની એક ટીમે સંશોધન બાદ જાણ્યું કે મોટાભાગના પુરુષોનું મૃત્યુ મહિલાઅો કરતાં સરેરાશ પાંચ વર્ષ પહેલાં થાય છે. સંશોધનની ટીમ મુજબ મોટાભાગના પુરુષો પોતાની સમસ્યાઅોના સમાધાન માટે મહિલાઅોની તુલનામાં ડોક્ટર પાસે અોછું જાય છે.
અા અભ્યાસમાં એ વાત પણ જાણવા મળી છે કે અાવા પુરુષો મોટાભાગની મહિલાઅોની તુલનામાં પુરુષ ડોક્ટર પાસે જવાનું જ યોગ્ય સમજે છે અને મહિલા ડોક્ટરની સામે તેઅો પોતાની સમસ્યા નિખાલસપૂર્વક કહી શકતા નથી. એવું એટલે બની રહ્યું છે કેમ કે પુરુષો પોતાની નબળાઈ કોઈપણ મહિલા સામે જાહેર કરવા ઇચ્છતા નથી.

સંશોધકોઅે જાણ્યું કે પારંપારિક વિચારો ધરાવતા પુરુષોનું માનવું છે કે તેમને પોતાની ભાવનાઅોને વ્યક્ત કરતી વખતે સખત લીડર, અાત્મનિર્ભર અને અૌપચારિક રહેવું જોઈઅે. તેવા લોકો પોતાની સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઅોને અેવોઈડ ગણવાનું યોગ્ય સમજે છે.

પ્રિવેન્ટિવ મેડિસિન મેગેઝિનમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં અાવ્યું છે કે પુરુષોનું મૃત્યુ મહિલાઅો કરતાં લગભગ પાંચ વર્ષ પહેલાં થાય છે. તેમણે કહ્યું કે શારીરિક ભિન્નતાઅોના કારણે તેનું કારણ જણાવવું શક્ય બન્યું નથી. અા સંશોધન માટે ૨૫૦ પુરુષોને અોનલાઈન પ્રશ્નાવલિ ભરવાનું કહેવાયું હતું. જેમાં પુરુષો અને મહિલાઅોને એક સમાન ગુણ સંબંધિત પ્રશ્નો પૂછાયા.

અા પ્રશ્નાવલિ ૨૫૦ મહિલાઅો સાથે પણ ભરાવાઈ. અા સંશોધન બાદ અે વાત સામે અાવી છે કે પુરુષોઅે મહિલા ડોક્ટરો પાસે પોતાની પરેશાનીઅોને કોઈપણ પ્રકારના સંકોચ કે શરમ વગર જણાવવી જોઈઅે. તેનાથી તેમની પરિસ્થિતિને કોઈ નુકસાન થવાનું નથી.

You might also like