યાદશક્તિ વધારતું પ્રોટીન શોધાયું

અમેરિકાની અાયોવા યુનિવર્સિટીના સંશોધકોએ યાદશક્તિને સીધી રીતે અસર કરતા પ્રોટીનને ઓળખી લીધાનો દાવો કર્યો છે. તેમની અા શોધથી ઉંમર સાથે યાદશક્તિમાં થતા ઘટાડા અને ઓલ્ઝાઈમર્સ ડિસીઝના દરદીઓમાં મગજના સંકોચન વિશે પણ માહિતી મળી શકશે એવું માનવામાં અાવી રહ્યું છે. બ્રેઈન, બિહેવિયર એન્ડ ઈમ્યુનિટી નામની મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અા સંશોધનમાં કહેવામાં અાવ્યું છે કે ન્યુરોનલ પેન્ટ્રાક્સિન-૨ નામના પ્રોટીનના ઓછા પ્રમાણ અને ઘટેલી યાદશક્તિ તથા મગજના ઘટી ગયેલા કદ વચ્ચે સીધું કનેક્શન જોવા મળ્યું છે. અાને બીજી રીતે જોઈએ તો જેમ અા પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તેમ મગજ સંકોચાતું અટકે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.

You might also like