મેમનગર નહીં, પણ હવે નવરંગપુરા ફાયર સ્ટેશન

અમદાવાદ: નવરંગપુરા વોર્ડના વિજય ચાર રસ્તા પાસે આવેલ વર્ષોજૂના મેમનગર ફાયર સ્ટેશનનું નવાં રંગરૂપ આપીને તાજેતરમાં કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે નવરંગપુરા ફાયર સ્ટેશન તરીકે નામકરણ કરાયું હતું.

અગાઉ ૧૯૭૯માં જૂની મેમનગર ગ્રામ પંચાયત વખતના ટીપી અને એફપી મુજબથી મેમનગર ફાયર સ્ટેશનની ઓળખ મેળવ્યા બાદ બે-બે વખતના સીમાંકન પછી આ નામ તેનું તે જ રહ્યું હતું, પરંતુ હવે નવરંગપુરા વોર્ડમાં આવેલા આ ફાયર સ્ટેશનને વિધિવત્ નવરંગપુરા ફાયર સ્ટેશનનું નામ અપાઇ ગયું છે.

આની સાથેસાથે પંદર કરોડના ખર્ચે તૈયાર થયેલા ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરાયું છે, જેનાથી હવે સ્ટાફ કવાર્ટર્સ બમણા થઇને પચાસ થયા છે. ત્રણ ઓફિસર કવાર્ટર્સ તેમજ બે મોટા કોન્ફરન્સ હોલનું નિર્માણ કરાયું છે. અત્રે ફાયર બ્રિગેડના દસ વાહન ઊભા રાખી શકાશે તેમજ વધારાના પાંચેક વાહન ઊભા રાખવાની દિશામાં પણ આયોજન હાથ ધરાયું છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે અત્યાધુનિક એવું નવરંગપુરા ફાયર સ્ટેશન ઓફિસર વિહોણું છે. મ્યુનિ. સત્તાવાળાઓની અણઘડ નીતિથી ફાયર બ્રિગેડ વિભાગમાં ટોચના અધિકારીઓ છે, પરંતુ પ્રાણ વિનાના દેહની જેમ શહેરના ૧૮ પૈકી એક પણ ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસરની નિમણૂક કરી નથી.

http://sambhaavnews.com/

You might also like