કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠક થઇ, દેશની સુરક્ષામાં નહીં થાય બાંધછોડ: જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હી: કાશ્મીરને લઇને બુધવારે દિલ્હીમાં સર્વપક્ષીય મિટીંગ થઇ, પરંતુ તે મિટીંગમાં કોઇ મજબૂત પરિણામ આવ્યું નથી. ગૃહ મંત્રાલયએ બેઠકમાં ઓલ પાર્ટી ડેલીગેશનમાં હાજર રહેલા નેતાઓની ટીપ્સ લઇને એક પ્રેઝન્ટેશન પણ આપ્યું.

ગૃહ મંત્રાલયના પ્રેઝન્ટેશનમાં કાશ્મીરની વર્તમાન હાલાતને લઇને અલગ અલગ પાર્ટીઓના મંતવ્ય દેખાડવામાં આવ્યા. એમાં સિવિલયન એરિયામાં સશસ્ત્ર બળ વિશેષાધિકારી અધિનિયમની સમીક્ષાની વાત ઊઠી અને કેટલીક પાર્ટીઓએ અર્ધસૈનિક બળો અને સૈનિકોની સંખ્યા ઘટાડવાનો મંતવ્ય આપ્યો. કેટલીક પાર્ટીઓનું એવું પણ માનવું છે કે મહેબૂબા મુફ્તી કાશ્મીર હિંસા નિપટાવવા નિષ્ફળ રહી.

પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે બેઠકમાં આ વાત પર દરેક પાર્ટીના લોકોએ સહમતિ બતાવીને કહ્યું કે સુરક્ષા પર કોઇ બાંધછોડ થશે નહીં. દરેક પાર્ટીએ લોકોને એવી અપીલ કરી કે તે હિંસાના રસ્તા પર જાય નહીં. જિતેન્દ્ર સિંહએ કહ્યું કે અમે દરેક પક્ષના લોકો સાથે વાત કરવા તૈયાર છીએ.

સર્વપક્ષીય બેઠક પહેલા ઘાટીને લઇને આગળ શું કરવું છે તેની ચર્ચા કરવા માટે રાજનાથ સિંહ આર્મી ચીફ દલબીર સિંહને પણ મળ્યા. આ પહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે કાશ્મીરના અલગાવવાદી નેતાઓની દરેક સુવિધાઓ પાછી લઇ લેવાના મુદ્દા પર કહ્યું કે આતંકી અને અલગાવવાદીઓને એક જ ચશ્માથી જોવાની જરૂર છે. તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ થવો જોઇએ.

બે મહિનાથી ઘાટીમાં અશાંતિ દરમિયાન ઓછામાં ઓછા 74 વોકોના મૃત્યુ થયા છે અને આશરે 1200 લોકો ઘાયલ થયા છે. ઘાટીમાં આ પ્રાકરની હિંસા 2010માં થઇ હતી. ત્યારે 120 લોકો પોલીસ અને અર્ધસૈનિક દળોની ગોળીઓથી માર્યા ગયા હતાં.

You might also like