આ ફોનના કેમેરામાં 10 LED ફ્લેશ હોવાની ચર્ચા, 13 એપ્રિલે થશે લોન્ચ

નવી દિલ્હી: એક સારો કેમેરા સ્માર્ટફોનને સ્માર્ટ બનાવે છે અને સારા કેમેરાની ખાસિયત હોય છે તેમાં લાગેલી એલઈડી ફ્લેશ. પહેલાં સિંગલ એલઈડી અને હવે ડુઅલ એલઈડી ફ્લેશ. ઘણા સ્માર્ટફોનમાં ત્રણ એલઈડી ફ્લેશ પણ મળી રહી છે. પરંતુ કોઇના ફોનમાં 10 એલઈડી ફ્લેશવાળોકેમેરો હોય તો કેવું લાગે. સ્પષ્ટ છે કે અંધારામાં ફોટો લેનાર માટે અત્યાર સુધીનો સૌથી સારો સ્માર્ટફોન કેમેરા સાબિત થશે.

મેટલ સ્માર્ટફોન બનાવવા માટે પોપ્યુલર કંપની મીજૂના આગામી સ્માર્ટફોનમાં 10 એલઈડી ફ્લેશ મળી શકે છે. રિપોર્ટસ અનુસાર Meizu Pro 6 માં કંપનીએ કેમેરાની નીચે આપેલા સર્કલમાં 10 એલઈડી ફ્લેશ લગાવી છે. તમને જણાવી દઇએ કે આ ફોન 13 એપ્રિલના રોજ લોન્ચ થશે.

6GB રેમ સાથે લોન્ચ થશે આ ફોન
સમાચારો અનુસાર આ ફોનની સૌથી મોટી વાત તેમાં આપવામાં આવનાર 6GB રેમ હશે. તેના બે વેરિએન્ટ લોન્ચ કરવામાં આવશે જેમાંથી એકમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી હશે. બીજા વેરિએન્ટમાં 4GB રેમની સાથે 64GB ઇનબિલ્ટ મેમરી હોવાની ચર્ચા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ ફ્લેગશિપ સ્માર્ટફોન Meizu Pro 6નું ટીઝર લોન્ચ કર્યું છે. તેમાં તેના રિયર કેમેરા નીચે એક રિંગ જોવા મળી રહી છે. જો કે તેનાથી એ કહેવું મુશ્કેલ છે કે રિંગમાં કેટલી ફ્લેશ છે. હવે આ અંગે તો ફોન લોન્ચ થયા બાદ જ ખબર પડશે.

You might also like