PNB કૌભાંડ: મેહુલ ચોકસી નાટક કરી રહ્યો છે, પહેલાંથી જ ભાગવાનું પ્લાનિંગ હતું: ED

નવી દિલ્હી: ચકચારી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મેહુલ ચોકસીએ દેશમાંથી ભાગ્યા બાદ પહેલી વખત વીડિયો દ્વારા મીડિયા સામે આવીને તેના ઉપર લગાવવામાં આવેલા તમામ ગંભીર આરોપો ફગાવીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સામે બેફામ આક્ષેપો કર્યા છે ત્યારે તપાસ એજન્સી ઈડીએ અનેક નવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

એન્ટિગુઆની નાગરિકતા લઈને ભારતીય તપાસ એજન્સીઓથી બચવાની કોશિશમાં લાગેલો મેહુલ ચોકસી ભલે ગમે એવા ખુલાસા કરે પણ ઈડીએ જણાવ્યું છે કે તેણે પીએનબી કૌભાંડની મોટા ભાગની રકમ એટલે કે રૂ.૩રપ૦ કરોડ વિદેશમાં પોતાની બોગસ કંપનીઓના નામે ટ્રાન્સફર કરી દીધા છે અને આ કૌભાંડની રકમમાંથી જ તેણે યુએઈમાં પણ પોતાના નામે એક વૈભવી વિલા બુક કરાવી છે.

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ એક તરફ જણાવ્યું છે કે, મારી કંપની પ૦ વર્ષ જૂની છે. આટલા વર્ષોમાં કેપની ૧પ૦ એવોર્ડ્સ જીતી ચૂકી છે તો સરકારે અત્યાર સુધી કોઈ તપાસ કે પૂછપરછ કેમ ન કરી? આ ફક્ત રાજનૈતિક મુદ્દો હતો અને એક પક્ષ કહી રહ્યો છે કે બેન્કને આટલું મોટું નુકસાન થયું અને આ કારણે જ આ આખા કેસમાં હું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની ગયો.

તપાસ એજન્સી ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસથી એ વાત સામે આવી છે કે મેહુલ ચોકસી એક પૂર્વ આયોજિત ષડ્યંત્ર હેઠળ દેશમાંથી ભાગવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું.

આ કારણે જ તેણે ભાગતાં પહેલાં હજારો કરોડ રૂપિયા પોતાના વિદેશી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. તેણે પહેલાંથી જ એવું પ્લાનિંગ કરી રાખ્યું હતું, જેથી બાદમાં તેને કેસ લડવામાં અને આરામથી જિંદગી વીતાવવામાં કોઈ તકલીફ ન પડે.

તપાસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે મેહુલ ચોકસી અને નીરવ મોદી બંને સામે આ મહિનાની રપ અને ર૬ તારીખે ઈકોનોમિક ઓફેન્સ એક્ટ હેઠળ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી બાદ કોર્ટનો આદેશ આવે પછી ઈડી બંને આરોપીઓની વિદેશમાં રહેલી ખાનગી સંપત્તિને પણ જપ્ત કરશે.

આ કારણે જ મેહુલ અને નીરવ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવામાં લાગેલા છે અને વિજય માલ્યાની જેમ તેઓ પણ માનવઅધિકારના ઉલ્લંઘનની દુહાઈઓ આપી રહ્યા છે.

ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએનબી કૌભાંડમાં હીરાના વેપારી મેહુલ ચોકસીએ રૂ.૩રપ૦ કરોડ વિદેશી બિઝનેસ અને કંપનીઓમાં રોક્યા છે અને વેચેલી જ્વેલરીની કિંમત પણ ઘણી ઊંચી બતાવી છે. ડમી કંપનીઓ દ્વારા ફંડને ફેરવીને ચોકસી તેનો અંગત ઉપયોગ કરવા ઈચ્છતો હતો.

ચાર્જશીટમાં ઈડીએ જણાવ્યું છે કે ચોકસીએ લગભગ ૪૦૦ કરોડ રૂપિયા નીરવ મોદીને ડાઈવર્ટ કર્યા હતા અને લગભગ ૩૬૦ કરોડ નીરવના પિતા દીપક મોદીને પહોંચાડ્યા હતા.

ઈડીના કહેવા અનુસાર પીએનબી કૌભાંડની રકમ થાઈલેન્ડ, યુએસ, બેલ્જિયમ, યુએઈ, ઈટાલી, જાપાન અને હોંગકોંગ જેવા દેશોની ગ્રુપ એન્ટિટી ફર્મમાં જમા કરી દેવામાં આવી છે. ચોકસીએ ડમી કંપનીઓનો ઉપયોગ કરીને આ તમામ યોજના પાર પાડી હતી.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

4 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

5 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

5 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

5 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

7 hours ago