સતત ચાર વર્ષ સુધી સગી પુત્રીને પિતાએ હવસનો શિકાર બનાવી

અમદાવાદ: મહેસાણાના ભદ્ર સમાજમાં પિતાએ તેની સગી પુત્રીને સતત ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવતા અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ચાર વર્ષ સુધી પિતાના દુષ્કર્મનો ભોગ બનનાર પુત્રીએ છેવટે અા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મહેસાણાના પોશ વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૬ વર્ષની યુવતી કે જે ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. ૪ વર્ષ અગાઉ અા યુવતીની માતા રક્ષાબંધનના દિવસે તેના ભાઈને રાખડી બાંધવા ગઈ ત્યારે યુવતી ઘરે એકલી હતી. અા વખતે તેના પિતાએ એકલતાનો લાભ લઈ પુત્રી સાથે અડપલાં કર્યાં હતાં.

દરમિયાનમાં અા યુવતીને કોઈ યુવક સાથે પ્રેમસંબંધ હોય અા પ્રેમ પ્રકરણ જાહેર કરી દેવાની ધમકી અાપી નરાધમ પિતાએ પુત્રીને પોતાના હવસનો સતત ચાર વર્ષ સુધી શિકાર બનાવી હતી. પિતાનાં શોષણથી ત્રાસી ગયેલી પુત્રીએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈ છેવટે અા અંગે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અાધેડવયના પિતા સામે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like