સાસુને બચાવવા જતા વહુ પણ ટ્રેનની અડફેટે અાવી ગઈઃ બન્નેનાં મોત

અમદાવાદ: મહેસાણા નજીક રેલવે ટ્રેક પર રૂપેણ નદીના પુલ પાસે જમ્મુ કાવી ટ્રેનની અડફેટે અાવી જતાં ગંભીર ઈજાઓ થવાના કારણે સાસુ-વહુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા. અા ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે.  અા અંગેની વિગત એવી છે કે નાનીદાઉ ગામમાં જોગણી માતાના મંદિર પાસે રહેતી સૂર્યાબહેન શિવાજી ઠાકોર (ઉં.વ.૩૦) અને તેની સાસુ શકુબહેન કરસનજી ઠાકોર (ઉં.વ.૬૫) અા બંને ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના સુમારે અન્ય કુટુંબી મહિલાઓ સાથે ખેતરેથી ઘાસચારો લઈ ઘર તરફ અાવતી હતી ત્યારે રૂપેણ નદીના પુલ પર શકુબહેન રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે સામેથી અાવી રહેલી ટ્રેન જોતાં સૂર્યાબહેન તેના સાસુને બચાવવા દોડી ગયા હતા પરંતુ સૂર્યાબહેન તેના સાસુનો હાથ પકડીને ખેંચે તે પહેલા જ ટ્રેન અાવી પહોંચતા બંને સાસુ-વહુના ટ્રેનની ટક્કરના કારણે ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

અા ઘટનાને પગલે જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેનને પણ રોકાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ મહેસાણા રેલવે પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી હતી. એક સાથે સાસુ-વહુના મોત નિપજતાં ગામમાં શોકની લાગણી છવાઈ છે.

http://sambhaavnews.com/

You might also like