મહેસાણા કસ્ટડી ડેથ મામલો, રવિવારે અંતિમયાત્રા, શબયાત્રા રદ કરાઈ

મહેસાણાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક કેતનના પિતા મહેદ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. અને આજે સવારે સિવિલથી કેતનની અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે. કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે. એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, મહેદ્રભાઇની નાજુક તબિયત જોતાં શબયાત્રા કાઢવી હિતાવહ નથી. આથી શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. મહેસાણા સિવિલથી આજે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળશે. જે રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતનના પિતા મહેદ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.

You might also like