મહેસાણા એરપોર્ટ બીજી વાર કરાયું સીલ, વેરો ન ચૂકવતાં કરાઇ કડક કાર્યવાહી

મહેસાણાઃ જિલ્લા એરપોર્ટને નગરપાલિકાએ સીલ કરી દીધું છે. અમદાવાદ એવિશેન એરોનિક્સ કંપનીનો 5.09 કરોડ રૂપિયા વેરો બાકી હોવાનાં કારણે એરપોર્ટને બીજી વખત સીલ કરવામાં આવ્યું છે.

મહેસાણા નગરપાલિકાનાં પ્રમુખ અને તેમની ટીમ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ગેરકાયદેસર થતાં બાંધકામને પણ અટકાવવામાં આવ્યું છે. આ દરમ્યાન નગરપાલિકાનાં પ્રમુખ અને સુપરવાઈઝર વચ્ચે રકઝક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી વેરો ભરવામાં ન આવતાં નગરપાલિકા દ્વારા બીજી વખત એરપોર્ટ સીલ કરવામાં આવ્યું છે. (AAA) અમદાવાદ એવિએશન એરોનોટિક્સ લી. કંપનીનાં આજ તારીખ સુધીનાં રૂ.5.09.77.221 એટલે કે 5.09 કરોડનો વેરો બાકી હોવાંથી મહેસાણા એરપોર્ટને સીલ કરાયું છે.

આ ઉપરાંત એરપોર્ટ ઉપર ગેરકાયદેસર થતાં બાંધકામને પણ અટકાવવામાં આવ્યું છે. આ મામલે પાલિકાનાં પ્રમુખ અને સુપરવાઈઝર વચ્ચે પણ ભારે ચકમક થઇ હતી.

You might also like