અમારી પડખે કેન્દ્ર મજબુત રીતે ઉભુ રહે તો સરકાર બનશે : મહેબુબા

જમ્મુ : પીપલ્સ ડેમોક્રેકિટ પાર્ટી (પીડીપી)નાં અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી( ભાજપ)ની સાથે સરકાર બનાવતા પહેલા તેઓ કેન્દ્રથી જમ્મુ કાશ્મીર કેન્દ્રીત આંતરિક વિશ્વાસની બહાલીનાં અમુક ઉપાય ઇચ્છે છે. પાર્ટી સાંસદ મુજફ્ફર હુસૈન બેગની સાથે રાજ્યપાલ એનએન વોહરા સાથે ચાલેલી લગભગ 45 મિનિટ સુધીની વાતચીત બાદ મુફ્તીએ રાજભવનની બહાર પત્રકારોને કહ્યું કે તેઓ નવી સરકારને ગતિ આપવા માટે કેન્દ્ર પાસેથી જમ્મુ કાશ્મીરનાં ત્રણેય હિતો માટે આંતરિક વિશ્વાસની બહાલી ઇચ્છે છે.
જો કે તેમણે આ ઉપાયોનો ખુલાસો કરવાની ના પાડી દીધી હતી. પીડીપી અધ્યક્ષે કહ્યું કે જમ્મૂ કાશ્મીરની સ્થિતી અન્ય રાજ્યોથી અલગ છે. અહીં ઘણા દબાણો છે. એવામાં તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર તેમની સાથે પુરી મજબુતી સાથે ઉભું હોય અને પુરો સહયોગ આપે. પુર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદની પુત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે તેની પાસે તેનાં પિતા જેવો અનુભવ અને દુરદર્શીતા નથી. માટે તે ઇચ્છે છે કે પ્રદેશની જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે અમુક ઉપાયો કરવામાં આવે. મુફ્તીએ કહ્યું કે તેમણે રાજ્યપાલને તમામ પરિસ્થિતી અંગેની જાણ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદનું 7 જાન્યુઆરીએ નિધન થઇ ગયું હતું. ત્યાર બાદથી રાજ્યમાં સરકારની રચના મુદ્દે અનિશ્ચિતતા છે. આ રાજનીતિક સંકટનો ઉકેલ લાવવા માટે રાજ્યપાલ વોહરાએ મુફ્તી અને ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ સત શર્માને મંગળવારે જમ્મુ બોલાવ્યા હતા. જેથી આગામી પગલાઓ અંગે બંન્ને પક્ષ સાથે વાતચીત કરી શકાય.

You might also like