મહેબુબા બન્યા જમ્મુ કાશ્મીરનાં પહેલા મહિલા મુખ્યમંત્રી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં નવા મુખ્યમંત્રી તરીકે મહેબુબા મુફ્તીએ સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા. અત્રે નોંધનીય છે કે મહેબુબા જમ્મુ કાશ્મીનાં પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. જમ્મુનાં રાજભવનમાં રાજ્યપાલ એન.એન વોહરાએ રાજ્યનાં 13માં મુખ્યમંત્રી તરીકે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. મહેબુબાનાં મંત્રી મંડળમાં 16 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાનાં મંત્રીઓ છે. ભાજપનાં ધારાસભ્યદળનાં નેત ડૉ.નિર્મલ સિંહે નાયબ મુખ્યમંત્રી પદ પર રહેશે. જ્યારે પીડીપીનાં પ્રધાનોની ટીમ યથાવત્ત રહેશે.

જમ્મુ કાશ્મીરમાં 13માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાડયૂ અને જિતેન્દ્રસિંહ મુખ્યમહેમાન બન્યા હતા. રાજભવનમાં સવારે 11 વાગ્યે સમારંભ ચાલુ થયો હતો. સમારંભમાં ભાજપ તરફથી નાયડૂ અને જિતેન્દ્રસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. મહેબુબાએ પુર્વમુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પણ હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. ઉમરે ટ્વીટ કરીને હાજરી આપવા અંગે સંમતી પણ દર્શાવી હતી. પીડીપીનું મંત્રીમંડળ યથાવત્ત રહેશે જો કે ખાતાઓમાં ફેરફાર શક્ય છે.

શપણગ્રહણ સમારોહમાં પીડીપી તરફથી મહેબુબા મુફ્તી (મુખ્યમંત્રી) અબ્દુલ હક ખાન, ગુલાબ નબી લોન, સૈયદ બશારત અહેમદ બુખારી, હસીબ દાબૂ, અસિયા નકાશ અને સૈયદ નઇમ અખ્તર અદ્રાબીએ શપથ લીધા હતા. જ્યારે ભાજપનાં નેતાઓમાં નિર્મળ સિંહ (ઉપમુખ્યમંત્રી) પ્રિયા સેઠી, સુનીલ કુમાર શર્મા, અબ્દુલ ગની કોહલી, ચૌધરી લાલ સિંહ, બાલી ભગત, શેરિંગ દોરજી પિપલ્સ કોન્ફરન્સનાં નેતા સજ્જાદ લોને શપથ લીધા હતા.
કોંગ્રેસ દ્વારા શપથ સમારંભનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે રવિંદર શર્માએ કહ્યું કે પીડીપી અને ભાજપનું સંગઠન પહેલા પણ યોગ્ય નહોતું અને હજી પણ યોગ્ય નથી. તેથી અમે આ સમારંભથી દુર રહેવાનો નિર્ણય લીધો છે. શપથવિધી બાદ પુર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા ગુલામ નબિ આઝાદે મહેબુબાને શુભકામનાઓ પાઠવી હતી. જો કે શપથ ગ્રહણ સમારંભમાં મોટો રાજકીય મેળાવડો ભેગો થયો હતો. જેમાં વેંકૈયા નાડયૂ, હરસિમરત કૌર બાદલ, જીતેન્દ્રસિંહ, ઓમર અબ્દુલ્લા, રામ માધવ, અવિનાશ રાય સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.

You might also like