જમ્મુ: જમ્મુ કાશ્મીરની મુક્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રદર્શન ના કરવાની અપીલ કરી છે. મહેબૂબાએ લોકોને સંબંધિત કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ રસ્તા પરની જગ્યાએ કોલેજ, યૂનિવર્સિટી અને આઇઆઇટીમાં હોવું જોઇએ. મહેબૂબાએ કહ્યું કે તાલીમથી રાજ્યના યુવાનોનું સારું થશે.
તેમણે કહ્યું કે બાળકોએ પથ્થર ફેંકીને નહીં પરંતુ સ્કૂલો અને કોલેજોમાં રહીને પોતાના કરિયરની શરૂઆત કરવી જોઇએ. કાશ્મીરમાં જ્યારો કેઇ વિદ્યાર્થીના પગમાં પુસ્તક અડી જતી હતી તો તે તેમના માથા પર લગાવી દેતા હતાં.
મહેબૂબાએ કહ્યું કે સરકાર વિકાસ માટે અહીંયા ખૂબ રૂપિયા આપી રહી છે. પરંતુ આપણે આ ફંડ માટે લોકોમાં લગાવવા માટે કડક પ્રયત્નો કરવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના શૈક્ષિક સંસ્થાનો, માળખાગત સુવિધા અને વિકાસ માટે ખૂબ ફંડ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આતંકી બુરહાન વાનીના મૃત્યુ પછી ઘાટીમાં હિંસા ભડકી હતી. હિંસામાં 60થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જો કે હજારો લોકો ઘાયલ થયા છે. તેમજ 50થી વધુ દિવસો સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં ઉપદ્રવી હિંસાથી ઉત્પન્ન થયેલી ગંભીર હાલતનું સમાધાન નિકાળવા માટે સર્વદનશીલ પ્રતિનિધિમંડળ 4 અને 5 સપ્ટેમ્બરે શ્રીનગરની યાત્રા કરશે. ગૃહમંત્રીની આગેવાની હેઠળ જઇ રહેલા આ દળમાં દેશના દરેક મહત્વના દળોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સરકાર પાસેથી મળેલા સંકેતો અનુસાર બં દિવસમાં પ્રતિનિધિદળ જમ્મુ કાશ્મીરના દરેક દળો, સંગઠનોને મળશે.