ભાજપ સાથે ગઠબંધનનો આખરી નિર્ણય મહેબૂબા લેશે

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટે ભાજપ સાથે ગઠબંધન અંગેનો નિર્ણય લેવા માટે આજે પીડીપીની કોર ગ્રૂપની બેઠક મળી હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ લાંબી બેઠકમાં પક્ષના નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર રચવાનો આખરી નિર્ણય પક્ષ અધ્યક્ષ મહેબૂબા મુફ્તિ કરશે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ જમ્મુ કાશ્મીરમાં ભાજપ સાથે સમજૂતી રશે નહીં.

દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પેટ્રન અને મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદના નિધનને પગલે નવી સરકારની રચનાના મામલે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા માટે રાજયનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન ફારૃક અબ્દુલ્લાએ ભાજપ સાથે હાથ મિલાવવાના કરેલા નિર્દેશને એમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આજે નકારી કાઢ્યો હતો. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમની નેશનલ કોન્ફરન્સ પાર્ટીને સત્ત્।ની કોઈ ભૂખ નથી.

શનિવારે ડો. ફારૃક અબ્દુલ્લાએ કહ્યું હતું કે રાજયમાં સરકારની રચના માટે ભાજપ સાથે હાથ મિલાવવા ચર્ચા કરવા પોતે તૈયાર છે, પરંતુ આજે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઉમરે પોતાના સત્ત્।ાવાર ફેસબુક પેજ પર એવા ગઠબંધનની શકયતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે હું વિચારસરણી મામલે કોઈ બાંધછોડ નહીં કરું. ભાજપ સાથે જોડાણ કરવાની શકયતાને અમે એક વર્ષ પહેલાં જ નકારી કાઢી હતી અને તે માટેના કારણો આજે યથાવત્ છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં વિધાનસભાની ગત ચૂંટણી બાદ પીડીપી અને ભાજપે જોડાણ કર્યું હતું અને સંયુકત સરકારની રચના કરી હતી, પરંતુ હાલમાં જ મુફ્તિ સઈદનાં નિધનને પગલે તે ગઠબંધન તૂટી ગયું છે. સરકારની આગેવાની પીડીપીનાં અધ્યક્ષા અને સઈદનાં પુત્રી મેહબૂબા સંભાળે એનો ભાજપે સત્ત્।ાવાર રીતે સ્વીકાર કર્યો નથી.

વિધાનસભામાં ભાજપનાં ૨૫ સભ્યો છે જયારે તેના સહયોગી પક્ષ પીપલ્સ કોન્ફરન્સનાં બે સભ્ય છે. એનસીનાં ૧૫ સભ્યો છે. જો ભાજપ અને એનસીને જોડાણ કરવું હોય તો તેમણે ઓછામાં ઓછા બે અપક્ષ વિધાનસભ્યોનો ટેકો મેળવવો પડે તો જ સરકાર રચવા માટે જરૃરી ૪૪ના આંકે પહોંચી શકાય.

You might also like