મેઘાણીનગરમાં બે માસના બાળકને મોડી રાત્રે ઉઠાવી જઈ મહિલા ફરાર

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પરની પ્રતાપજીની ચાલીમાં બે માસના બાળકનું મહિલા અપહરણ કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મેઘાણીનગર પોલીસે બાળકના અપહરણની ફરિયાદ દાખલ કરી મહિલા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો રવાના કરી છે.

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી પ્રતાપજીની ચાલીમાં રહેતાં વિમળાબહેન વિદ્યાસાગર દોહરેના બે મહિનાના પુત્ર પ્રિયાંશનું મોડી રાતે અપહરણ કરી એક મહિલા ફરાર થઇ ગઇ છે. સૈજપુરબોઘા ખાતે આવેલી સોમાભાઇની ચાલીમાં રહેતી પૂજા સુરેશભાઇ નામની મહિલા બાળકનું અપહરણ કરીને લઇ ગઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બે-ત્રણ અલગ અલગ ટીમ બનાવીને પૂજાને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like