મેઘાણીનગરની ન્યૂ નવચેતનના ધો.10ના વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા, જાણો કેમ?

એક તરફ રાજ્યમાં ધો. 10 ની અને 12ની બૉર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, એવામાં મેઘાણીનગરની ન્યૂ નવચેતન શાળામાં હોબાળો થયો છે. મેઘાણીનગરની ન્યૂ નવચેતન શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરીક્ષા નહીં આપી શકે.

આ ઘટનાની હકીકત એવી છે કે, આ સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ના જ વર્ગોની મંજૂરી લેવામાં આવી હતી. હવે વાલીઓને જાણવા મળ્યું છે કે ધોરણ 9 અને 10ના વર્ગો તો મંજૂરી વગર જ ચાલતા હતા. મંજૂરી વગરના વર્ગોને કારણે હવે આ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત રહેશે.

આ સ્કૂલનું સંચાલન સ્વસ્તિક સ્કૂલના શિક્ષક પ્રિતેશ પટેલ કરતા હતા. જે છેલ્લા એક અઠવાડિયાથી ફરાર છે. આ સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે, પ્રિતેશ અઠવાડિયાથી ભાગી ગયો છે. તેણે ફોન કરીને કહ્યું હતું કે, ‘હું દિલ્હીમાં છું અને હવે મંજૂરી મામલે કંઈ થઈ શકે તેમ નથી. તમે કોર્ટમાં અરજી કરો અને બાળકોના ભવિષ્ય માટે કંઈક કરો.’

બાળકોનું ભવિષ્ય જોખમાતા હવે વાલીઓ રોષે ભરાયાં છે. વાલીઓ અને બાળકો પણ દુખી હાલતમાં વિરોધ કરી રહ્યા છે. વાલીઓ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું ઈચ્છી રહ્યા છે.

જુઓ વીડિયો

You might also like