મેઘાલયમાં ટ્રક પલટી ખાઇ જતાં ૧૭નાં મોતઃ ૬૨ને ઈજા

શિલોંગઃ મેઘાલયના પશ્વિમ હિલ્સ જિલ્લામાં સર્જાયેલી એક ટ્રક દુર્ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયાં છે.જ્યારે અન્ય ૬૨ લોકોને ઈજા થઈ છે. આ તમામ લોકો નોન્ગલેગ ગામના ચર્ચમાં યોજાયેલી સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ટ્રક એક ડિવાઈડર સાથે અથડાતાં ટ્રક પલટી ગઈ હતી. જેમાં ૧૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ ટ્રકમાં ત્રણ ગામનાં લોકો હતા. આ ઘટના બાદ ત્રણેય ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

આ અંગે જિલ્લા અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ગંંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોના સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આ ટ્રકમાં નિગિનિઓન્ગ, મોવબિરકોન્ગ અને નોન્ગબુડુમ ગામના લોકો બેસીને નોન્ગલેગ ગામમાં ચર્ચમાં યોજાયેલી સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા અન્ય લોકોને સિટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં મેઘાલયના આરોગ્ય પ્રધાન રોશન વારજરીએ ઘાયલ લોકોની પૃચ્છા કરી હતી.ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરવા આદેશ આપ્યો હતો.

આ ઘટના અંગે ગૃહપ્રધાન એચડીઆર લિંગદોહે પણ દુઃખ વ્યકત કર્યું હતું. આ ઘટનામાં મૃતકમાં નવ મહિલા અને એક ૧૩ વર્ષના કિશોરનો સમાવેશ થાય છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે વધારે પડતી સ્પીડના કારણે ડ્રાઈવરે ટ્રક પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ક્રોંકિટના ડિવાઈડર સાથે અથડાતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like