રાજભવનને બનાવ્યું હતું ‘લેડિઝ ક્લબ’, મેઘાલયના ગર્વનરે આપ્યું રાજીનામું

શિલાંગઃ જાતીય સતામણીના આરોપ મામલે મેઘાલયના રાજ્યપાલ વી ષણ્મુગનાથને ગુરૂવારે રાજીનામું આપ્યું છે. રાજભવનના કર્મચારીઓના એક સમૂહે રાજ્યપાલ કાર્યલયની ગરિમાને ઠેસ પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમને તેમના પદ પરથી હટાવવાની પણ માંગણી કરી હતી. આ આરોપ બાદ રાજ્યપાલે સ્વૈસ્છીક રાજીનામું આપી દીધું છે.

મળતી માહિતી મુજબ ષણ્મુગનાથને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં મુખ્યમંત્રી મુકલ સંગમાએ કહ્યું છે કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયના નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે. રાજભવનના લગભ 100 કર્મચારીઓએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને રાજ્યપાલને હટાવવાની માંગ સાથે રાજ્યભવનની ગરીમાને ઠેસ પહોંચાડવા બાબતે  યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે ષણ્મુગનાથને રાજભવનની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમણે રાજભવનને યુવતીઓની ક્લબ બનાવી દીધી છે.

કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે રાજવભન એવી જગ્યા થઇ ગઇ હતી. જ્યાં રાજ્યપાલના પ્રત્યક્ષ આદેશ પર યુવતિઓ પોતાની મર્જીથી આવતી જતી હતી. કેટલીક યુવતીઓની પહોંચતો તેમના શયનકક્ષ સુધી હતી. મે 2015માં મેઘાલયના રાજ્યપાલ તરીકે  ષણ્મુગનાથને શપથ લીધા હતા. જેમણે અરૂણાચલલ પ્રદેશમાં ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ પણ લીધો હતો. જ્યોતિ પ્રસાદ રાજખોવાને હટાવ્યા પછી ગત વર્ષે નવેમ્બરમાં તેમને અરૂચાલ પ્રદેશની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પરિસ્થિતીને પગલે મહિલા કાર્યકર્તાઓએ રાજ્યપાલને હટાવવાની માંગ કરી છે.

http://sambhaavnews.com/

You might also like