અરુણાચલ-ઉત્તરાખંડ બાદ હવે મેઘાલય કોંગ્રેસમાં બળવો

શિલોંગ: અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ હવે મેઘાલયમાં પણ કોંગ્રેસમાં બળવાના કારણે રાજકીય સંકટ ઊભંુ થયું છે. મેઘાલયના મુખ્યપ્રધાન મુકુલ સંગમાના આપખુદી વલણના કારણે રોષે ભરાયેલા પક્ષના નેતાઓએ કોંગ્રેસ મોવડીમંડળને એક પત્ર લખ્યો છે.

કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લખવામાં આવેલા પત્રમાં સંગમાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાય નેતાઓ ભાજપના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું છે કે પક્ષના કેટલાક નેતાઓ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ અને આસામના શિક્ષણ પ્રધાન હિમંત બિશ્વા શર્માને મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શર્માને નોર્થ-ઇસ્ટમાં મહત્ત્વના રાજકીય રણનીતિકાર માનવામાં આવે છે. ભાજપના નેતા રામ માધવે જોકે કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ મેઘાલયમાં સરકારને ઉથલાવવાની કોશિશ કરી રહ્યું છે એવા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. કોંગ્રેસે બીજા સામે આક્ષેપો કરવાના બદલે પોતાનું ઘર સુધારવાની જરૂર છે.

પક્ષના એક અન્ય નેતાએ જણાવ્યું છે કે ભાજપના નેતા મિઝોરમ અને ત્રિપુરાને છોડીને બાકીનાં તમામ રાજ્યમાં પક્ષના નેતાઓના સંપર્કમાં છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પ્રધાનો મેઘાલયના મુખ્યપ્રધાન મુકુલ સંગમાને હટાવવાની માગણી કરી
રહ્યા છે.

You might also like