અા વર્ષે મ્યુનિ. કોર્પોરેશન વીસ મફત મેગા મેડિકલ કેમ્પ યોજશે

અમદાવાદ: આજે ગોમતીપુરના ઝૂલતા મિનારા પાસે આવેલી ગુજરાતી શાળા નંબર- ત્રણ અને ચારમાં કોર્પોરેશન દ્વારા મફત મેગા મે‌િડકલ કેમ્પનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં ગોતા જૈન મંદિર પાસેની મ્યુનિ. શાળા નંબર-બે અને ત્રણ તેમજ લાંભા વોર્ડની શાહવાડી વિશ્વભારતી સ્કૂલ ખાતે મફત મેગા મે‌િડકલ કેમ્પનું આયોજન કરાશે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ચાલુ વર્ષ ર૦૧૬માં રૂ.૩૦ લાખના ખર્ચે કુલ વીસ મેગા મેડિકલ કેમ્પનું આયોજન હાથ પર લેવાયું છે.

આ વર્ષનો છેલ્લો મેગા મેડિકલ કેમ્પ બાપુનગરના કામદાર કલ્યાણ કેન્દ્ર સામેની ગુજરાતી શાળા નંબર-ત્રણ અને ચારમાં યોજાયો હતો, જેનું મેયર ગૌતમ શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ કેમ્પનો ૧ર૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. મ્યુનિ. કોર્પોરેશનના કેમ્પમાં તપાસ દરમ્યાન સારવારની જરૂ‌િરયાત જણાય તેવા દર્દીઓને નજીકની મ્યુનિ. સંચાલિત જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

You might also like