જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે પહોંચ્યા દિલ્હી : બેવડી કરનીતિ મુદ્દે કરાર

નવી દિલ્હી : જાપાનનાં વડાપ્રધાન શિજો આબે આજ પોતાનાં ત્રણ દિવસની મુલાકાતનાં અનુસંધાને દિલ્હી પહોંચી ચુક્યા છે. શનિવારે વડાપ્રધાન મોદી સાથે તેની વાર્ષિક શિખર મંત્રણા થશે અને તે જ દિવસે બંન્ને વડાપ્રધાન વારાણસી પણ જશે. અહીં તેઓ ગંગા આરતીમાં ભાગ લેશે. જાપનનાં વડાપ્રધાન શિંજો આબેની ભારતીય મુલાકાત પહેલા ભારત અને જાપાને બેવડી કરનીતિને અટકાવવા માટેનાં કરારો પર પણ હસ્તાક્ષર કર્યા છે.
સૂત્રો અનુસાર બંન્ને દેશો વચ્ચે ભારતની પહેલી બુલેટ ટ્રેન નેટવર્કનાં માટે 98000 કરોડ રૂપિયાનાં કરારની સાથે સાથે ઘણી મહત્વની સમજુતીઓ થવાની આશા છે. જાપાની વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન બંન્ને દેશોની વચ્ચે ઘણી આર્થિક અને રણનીતિક કરાર પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંજો અબે શનિવારે સાંજે કાશીમાં હશે. આ યાત્રાનાં મુદ્દે વારાણસીમાં તમામ તૈયારીઓ લગભગ પુરી કરી દેવામાં આવી છે. ગુરૂવારે બાબતપુર એપોર્ટથી દશાશ્વમેઘઘાટ સુધી સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
પ્રોટોકોલ વિભાગનાં અનુસાર બંન્ને વડાપ્રધાનનાં વિમાન સાંજે 4.05 વાગ્યે બાબતપુર એરપોર્ટ પર ઉતરશે. રનવે પર જ ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિનાં અનુરૂપ બંન્ને વડાપ્રધાનને રોલી ટીકા (ખાસ પ્રકારનો ચાંદલો) લગાવીને આરતી પણ ઉતારવામાં આવશે.
લગભગ 15 મિનિટ બાદ અહીંથી બંન્ને વડાપ્રધાન સડકમાર્ગે નદેસર ખાતે આવેલી હોટલ ગેટવે પહોંચશે. છોડા સમય આરામ કર્યા બાદ સાંજે પોણા છથી સાડા છ વાગ્યા સુધી દશાશ્વમેઘઘાટ પર યોજાનારી ગંગા આરતીમાં ભાગ લેવા જશે. ગંગાઆરતીને ભવ્ય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ કંપનીને મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું છે.
સૈન્યનાં એન્જિનિયરોએ ગંગામાં તરતો સ્ટેજ તૈયાર કર્યો છે. જેનાં પર 100 લોકોનાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મંચ પર મોટે ભાગે બંન્ને વડાપ્રધાનની સાથે આવી રહેલા પ્રતિનિધિમંડળનાં સભ્યો બેસશે. ઘાટને ચારેબાજુથી સીલ કરી દેવામાં આવ્યો છે અને 48 કલાક પહેલાથી જ સમાન્ય લોકોની અવરજવર અટકાવી દેવાઇ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી લશ્કર, એરફોર્સ અને નેવીનાં જવાનોને ઘાટ પર ફરજંદ કરવામાં આવ્યા છે.

You might also like