૨૯ ડિસેમ્બરે અમદાવાદ- પાલનપુર રેલ ખંડ પર એન્જિનિયરિંગ મેગાબ્લોક

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે અમદાવાદ-પાલનપુર રેલ ખંડ પર છાપી અને ધારેવાડ સ્ટેશનો વચ્ચે રેલવે અન્ડરબ્રિજ નિર્માણને કારણે તા. ૨૯-૧૨-૨૦૧૫ના રોજ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મેગા બ્લોક લેવાશે.
અમદાવાદ- અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ, અમદાવાદ-અજમેર વચ્ચે સંપૂર્ણ રદ રહેશે, અજમેર- અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અજમેર- અમદાવાદ વચ્ચે સંપૂર્ણ રદ રહેશે, અમદાવાદ- મહેસાણા ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ-મહેસાણા વચ્ચે સંપૂર્ણ રદ રહેશે.

મહેસાણા-આબુ રોડ ફાસ્ટ પેસેન્જર આબુરોડ- મહેસાણા વચ્ચે સંપૂર્ણ રદ રહેશે, આબુ રોડ- મહેસાણા ફાસ્ટ પેસેન્જર આબુરોડ- મહેસાણા વચ્ચે સંપૂર્ણ રદ રહેશે, મહેસાણા- અમદાવાદ ફાસ્ટ પેસેન્જર મહેસાણા- અમદાવાદ વચ્ચે સંપૂર્ણ રદ રહેશે.  અમદાવાદ- આગ્રા ફોર્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ મહેસાણા સ્ટેશન પર બે કલાક રોકાશે, અમદાવાદ- નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ મહેસાણા- સિદ્ધપુર વચ્ચે એક કલાક વિલંબિત રહેશે.

અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ મહેસાણા- સિદ્ધપુર વચ્ચે બે કલાક વિલંબિત રહેશે, જયપુર- બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ પાલનપુર- છાપી વચ્ચે બે કલાક વિલંબિત રહેશે.  જયપુર- અમદાવાદ ફાસ્ટ પેસેન્જર પાલનપુર-છાપી વચ્ચે બે કલાક વિલંબિત રહેશે. આ કારણથી અમદાવાદ- જયપુર ફાસ્ટ પેસેન્જર અમદાવાદથી મોડી ઉપડશે. મેગા બ્લોકના કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થવાની હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

You might also like