મેગા-બ્લોકથી મુંબઈ અાવતી-જતી તમામ ટ્રેન બે કલાક મોડી પડશે

અમદાવાદ: હરિયાણા, રોહતક, પાણીપતમાં ચાલી રહેલાં હિંસક જાટ અનામત અાંદોલનને કારણે અમદાવાદની ત્રણ ટ્રેન સહિત સમગ્ર દેશમાં ઉપરોક્ત સ્થળે જતી અને અાવતી અંદાજે ૨૮૦થી વધુ ટ્રેન કેન્સલ કરવામાં અાવી છે.  અમદાવાદથી ઉપડતી ફિરોજપુર જનતા કેન્સલ કરવામાં અાવી છે. રોહતક, લુધિયાણા જતી ૨૮૬ ટ્રેન અાજે કેન્સલ કરવામાં અાવી છે. જેમાં સુપરફાસ્ટ સહિતની પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, બ્રાન્દ્રા-અમૃતસર ટ્રેન રદ કરાઈ છે.

પાર્ટલી કેન્સલ્ડ ૪૦ ટ્રેન કેટલાંક સ્ટેશનો સુધી જ પહોંચશે જ્યારે ૨૦ જેટલી ટ્રેનો રી શેડ્યૂલ્ડ કરાઈ છે અને ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. બીજી તરફ વેસ્ટર્ન રેલ્વેનાં જમ્બો બ્લોકના કારણે મુંબઈથી અમદાવાદ અાવતી અને જતી તમામ ટ્રેનો દોઢથી બે કલાક મોડી પડશે. ગોરેગાંવ અને શાન્તાક્રૂઝ વચ્ચેના મેગા બ્લોકને કારણે અાજે અા પરિસ્થિતિ યથાવત્ રહેશે.

વેસ્ટર્ન રેલવે બ્લોકના કારણે સુરત ભુસાવળ-સુરત નંદરબાર અને સુરત અમરાવતી અાવતી જતી ટ્રેન કેન્સલ કરવામાં અાવી છે. અા ટ્રેન એક અઠવાડિયા સુધી બંધ રહેશે.  રદ કરવામાં અાવેલી તમામ ટ્રેનના મુસાફરોને રિફંડ અાપવા કાલુપુર સ્ટેશને સ્પેશિયલ કાઉન્ટર ખોલાયા છે. અમદાવાદથી અત્યાર સુધી ૩ ટ્રેનો કેન્સલ થતાં રિફંડ માટે સ્પેશિયલ કાઉન્ટર ઊભું કરાયું છે. હજારો મુસાફરો જે તે સ્થળે નહીં પહોંચી શકવાને કારણે અટવાયાં છે.

You might also like