હાર્દિકનાં આંદોલન મુદ્દે સરકાર દ્વારા સમાધાનનાં પ્રયાસ, પાટીદાર આગેવાનો સાથે યોજાશે બેઠક

ગાંધીનગરઃ હાર્દિક પટેલનાં આંદોલન મુદ્દે સરકાર દ્વારા સમાધાનનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. સી.કે પટેલની અધ્યક્ષતામાં સરકાર સાથે મહત્વની બેઠક કરાશે. સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદિપસિંહ સાથે બેઠક કરશે. હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે સરકારની ગતિવિધિઓ તેજ થતી દેખાઇ રહી છે.

પાટીદાર સમાજનું પ્રતિનિધિ મંડળ સરકારને મળવા માટે પહોંચ્યું છે. ત્યારે પાટીદાર આગેવાનો સરકાર સાથે આ મુદ્દે મહત્વની બેઠક કરશે. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતા હેઠળ જે કમિટીની રચના કરવામાં આવી હતી એટલે કે જે આગેવાનો હતાં તે જ આગેવાનો છે કે જે આજે હાર્દિકની મુલાકાત કરી રહ્યાં છે. નીતિન પટેલ હાલમાં જાપાન પ્રવાસે છે ત્યારે આ બેઠકને લઇ વિશેષ મુદ્દાઓને લઇને હાલમાં રાજકારણ પણ ગરમાયું છે.

આજે યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાએ જ્યારે મુલાકાત લીધી ત્યારે સરકાર પણ આ મુદ્દે વાતચીત કરે તેવો તેઓનો મત હતો. ત્યારે હવે સરકાર સાથેની આ બેઠક બાદ શું નિષ્કર્ષ આવે છે એટલે કે શું પરિણામ એટલે કે નિર્ણય આવશે તે હવે વિશેષ જોવાનું રહ્યું.

You might also like