વાઇબ્રન્ટ સમિટમાં મોદી અને રશિયાનાં ડેપ્યુટી પીએમની મુલાકાત પર રહેશે નજર

નવી દિલ્હી : તાલિબાનના મુદ્દે ચીન અને પાકિસ્તાનનો સાથ આપ્યા બાદ રશિયાની સાથે ભારતના સંબંધોમા ખટાશ આવી ગઇ છે. મોસ્કોમાં યોજાયેલી બેઠકમાં ભારતનાં વિરોધી દેશોનો સાથ આપીને રશિયાએદોસ્તીને દાવ પર લગાવી દીધી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી સપ્તાહે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયાનાં ડેપ્યુટી વડાપ્રધાન દ મિત્રી રોગોજિન સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન મોદી ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેવાનાં છે. જ્યાં તેઓ વિવિધ દેશમાંથી આવનારા ડેલિગેટ્સ સાથે મુલાકાત કરશે જો કે આ સમગ્ર સમિટ દરમિયાન રશિયાનાં ડેપ્યુટી વડાપ્રધાન સાથેની મુલાકાત અતિ મહત્વની રહેશે. ડેપ્યુટી વડાપ્રધાન અને ભારતીય વડાપ્રધાન બંન્ને સંબંધો સુધારવા ઉપરાંત પોતાની શતો પર સંબંધો સુધારવા માટે ચર્ચા કરશે.

You might also like