સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે સતત ચિંતિત હતી, કોંગ્રેસનું કામ લોકોને ભરમાવવાનું: જીતુ વાઘાણી

728_90

રાજકોટઃ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડા મામલે જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે શહેરમાં ભાજપની લોકસભા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં નિર્ણયને આવકાર્યો છે. સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે ખૂબ ચિંતિત હતી. આ ભાવ ઘટતા સામાન્ય પ્રજાને ફાયદો થયો છે.

જો કે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાદરવા મહિનામાં નવરાત્રીમાં સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ મહત્વનો છે. જો કે કોંગ્રેસનાં લોકોએ લોકોને ભરમાવ્યાં છે. કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જરૂરથી જોઇ લે. કોંગ્રેસના દાંત બોલવાના અને ચાવવાના અલગ અલગ છે.

You might also like
728_90