કેજરીવાલઃ મોદી સરકાર આપથી ડરે છે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી દ્વારા 21 ધારાસભ્યોની નિમણુકના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નકારી દીધો છે.  ત્યારે સીએમ કેજરીવાલે મોદી સરકાર પર વડતા પ્રહારો કર્યા છે. દિલ્હી સરકારે 21 ઘારાસભ્યો અંગે જે વિધેયક રજૂ કર્યું હતું તે રાષ્ટ્રપતિએ નકારી દીધું છે. આ પરિસ્થિતિ પર વિચારણા કરવા માટે પાર્ટીએ સોમવારે તત્કાલિન બેઠક બોલાવી હતી. કેજરીવાલે આરોપ લગાવ્યો છે,કે મોદી લોકતંત્રનું સન્માન નથી કરતા અને આપથી ડરે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ધારાસભ્યોના પદને લાભના પદોથી બહાર રાખવા સંબંધિત વિધેયકને નામંજૂર કર્યો છે. ત્યારે કેન્દ્રના આ નિર્ણયની પાર્ટીના નેતાઓએ અવગણના કરી છે. સાથે જ એવો આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિએ મોદીજીના કહેવાથી આ વિધેયકને નકાર્યું  છે. કેજરીવાલે ટવિટર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

You might also like