આ છે દુનિયાનું સૌથી નાનું કપલ, નોંધાયું ગિનીઝ બુકમાં નામ

બ્રાઝિલમાં રહેનારા પાઉલો ગેબ્રિયેલ ડા સિલ્વા બેરોસ અને કેટ્યૂસિયા લાઈ હોશિનો બેરોસે આઠ વર્ષના રિલેશનશિપ બાદ 17 નવેમ્બરે લગ્ન કરી લીધા. આ સાથે તેઓ બંનેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી ઢીંગણા પરિણિત યુગલ તરીકે નોંધાઈ ગયું છે.

હકીકતમાં, 31 વર્ષના પાઉલો અને 28 વર્ષની ગેબ્રિયલ કદમાં ઘણા નાના છે. જ્યાં પાઉલો માત્ર 35.45 ઇંચ લાંબો છે ત્યારે કેટ્યૂસિયાની ઉંચાઈ 35.88 ઇંચ લાંબી છે.

જો બંનેની હાઇટને ભેગી કરવામાં આવે તો તેઓની કુલ ઊંચાઈ 71.42 ઇંચ થાય છે. જે એના પહેલા રેકોર્ડ ધરાવતા કપલથી ટૂંકી છે. આ સાથે આ કપલ દુનિયામાં સૌથી નાના કપલ તરીકે રેકોર્ડ પોતાના નામે ધરાવે છે.

જણાવી દઈએ કે પાઉલો લાંબા સમયથી પોતાના કદને કારણે ગિનિઝ બુકમાં પોતાનું નામ નોંધાવવા ચાહતા હતા. પરંતુ તેમની ઇચ્છા હવે પૂરી થઈ છે. લગ્ન પછી આ કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

You might also like