નવા અવતાર સાથે લોન્ચ થશે મારુતિ અલ્ટો, 32 km/l આપશે માઈલેજ

અમદાવાદ: દેશની નંબર વન કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી પોતાના ગ્રાહકોની જરૂરિયાતોનો હિસાબ અલગ સેગ્મેન્ટના કાર માર્કેટમાં ઉતારી રહી છે. હવે સમાચારો મળી રહ્યા છે કે મારુતિ જલદી જ લો બજેટવાળી નવી અલ્ટો કારને બજારમાં લોન્ચ કરવાના મૂડમાં છે. તેના માટે કંપનીએ ન્યૂ અલ્ટો કારનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જૂની અલ્ટોની સરખામણીમાં ન્યૂ જનરેશનવાળી અલ્ટોમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

મારુતિએ આ હેચબેક કારની કિંમત નક્કી કરવામાં ઘણી સાવચેતી રાખી છે. કંપનીની આ નવી અલ્ટો કારની કિંમત અપેક્ષા કરતાં ઘણી ઓછી છે. આ કાર નવા ફિચર્સ સાથે ઓછા ઇંધણનું ખપતવાળી પણ હશે. તમને જણાવી દીઈએ કે નવી અલ્ટો કાર નવા પ્લેટફોર્મ Kei પર તૈયાર થશે. સાથે જ આ કાર નોર્મલ વેરિયન્ટ સાથે સાથે ટર્બો આર એસ વેરિયન્ટમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.

નવી અલ્ટો કારનું નોર્મલ વેરિયન્ટ 0.658 લીટર પેટ્રોલ ઇન્જિનવાળું છે જે 53બીએચપીનું છે. સાથે જ એમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. જ્યારે ટર્બો આર એસ વેરિયન્ટ સાથે 0.658 લીટરનું પેટ્રોલ એન્જિન પણ મળશે જે 62બીએચપીનું હશે. આ સિવાય એમાં 5 સ્પીડ મેન્યુઅલ સાથે ટર્બો આર એસ ટ્રાન્સમિશન મળશે. આ કાર એકદમ ફ્યુઅલ એફિશિયન્ટવાળી કાર છે.

You might also like