ઘાયલ હોવા છતા બે આતંકવાદીઓનાં લોથપાડી દેનાર ઋષી કુમાર

નવી દિલ્હી : જમ્મુ – કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં પંજગામમાં ગુરૂવારે સવારે થયેલા હૂમલામાં બે આતંકવાદીઓને ઠાર કરનાર બહાદુર જવાન ઋષી હતા. હૂમલા સમયે ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટનાં ગનર ઋષી કુમાર ડ્યુટી પર હતા. તેમણે આતંકવાદીઓને પોતાની તરફ આવતા જોયા તો નજીક આવવાની રાહ જોઇ. પછી તેણે આતંકવાદીઓ સાથે બાથ ભીડી હતી.

ઋષીનાં માથા પર ગોળી મરાઇ જો કે ત્યાં બુલેટપ્રુફ પટ્ટો હોવાનાં કારણે તે બચી ગયા હતા. જો કે ગોળી વાગવાનાં કારણે તે પછડાઇ ગયો હતો. જો કે તરત પોતાની જાતને સંભાળીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દારૂગોળો ઓછો પડતા તે બંકરની બહાર ઘસી આવ્યા હતા અને મરી ગયેલા આતંકવાદીના હથિયારો લેવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ત્રીજા આતંકવાદીએ તેને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. ઋષી કુમાર બિહારનાં આરા જિલ્લાનાં રહેવાસી છે. તે 8 વર્ષથી સેનામાં છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ગુરૂવારે સવારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ સેના આર્ટિલરી બેઝને નિશાન બનાવી હૂમલો કર્યો હતો. આ હૂમલામાં કેપ્ટન સહિત સેનાનાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાનો ઘાયલ થયા હતા.

You might also like