ગ્લોબલ એગ્રિટેક મીટમાં ૭ કરોડની કિંમતનો પાડો આકર્ષણ બની રહેશે

જયપુરઃ જયપુરમાં યોજાનારી ગ્લોબલ અેગ્રિટેક મીટમાં સાત કરોડનો પાડો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશ અને વિદેશમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના આ પાડા યુવરાજની હાલ કરોડોમાં બોલી લાગી રહી છે, જોકે તેનો માલિક કર્મવીર તેને વેચવા તૈયાર નથી, કારણ આ પાડો તેના માલિકને દર મહિને સાત લાખથી વધુ રકમની કમાણી કરી આપે છે.
આ અંગે મીટના આયોજકોએ જણાવ્યું કે આ પાડાનું વજન ૧૬૦૦ કિલોથી પણ વધુ છે. તેની લંબાઈ ૬.૫ ફૂટ છે. આ પાડો મુર્રા જાતિનો છે.

જે દેશના વિવિધ વિસ્તારોમાં યોજાતા પશુમેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. કરનાલમાં યોજાયેલા પશુમેળામાં દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રતિનિધિમંડળે યુવરાજને તેમને ત્યાં પશુધન બ્રાન્ડ અેમ્બેસેડર બનાવવા માટે નવ કરોડની રકમ આપવા ઓફર કરી હતી. ભારતમાં રોલ્સ રોયલ ફેંટમની કિંમત સાડા સાત કરોડ છે ત્યારે આવી સ્થિ‌િતમાં આ પાડો સુપર લક્ઝરી કાર કરતાં પણ વધુ મોંઘો થઈ ગયો છે, જોકે આવી મોટી ઓફરને પણ તેના માલિક કર્મવીરે અેટલા માટે ઠુકરાવી દીધી હતી, કારણ તે તેના પાડાને વેચવા માગતો નથી.

બીજી તરફ કર્મવીરે જણાવ્યું કે તે આ યુવરાજના વીર્યને વેચીને દર મહિને સાત લાખથી પણ વધુ રકમની કમાણી કરે છે. આ પાડાના વીર્યની માગણી હરિયાણા ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાં વધુ
રહે છે.

You might also like