સાફ-સફાઇ અને દુનિયાની અજાયબીમાં સામેલ આ મંદિરની દરેક વસ્તુ છે ખાસ…

મીનાક્ષી મંદિર તામિલનાડૂના મદુરાઇ શહેરમાં આવેલ છે. જે ઘણું પૌરાણિક અને ખૂબસુરત મંદિરમાંનું એક છે. મંદિર પોતાની બનાવટથી દુનિયાની અજાયબીમાં સામેલ છે. આ સાતે તેને સ્વચ્છ મંદિરની યાદીમાં પણ રાખવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહને 3500 વર્ષ જૂનુ માનવામાં આવે છે.

આ મંદિર ભગવાન શિવ અને પાર્વતી માતાને સમર્પણ છે. જો તમે પણ ફરવા અંગેનો પ્લાન કરી રહ્યાં હોય તો આ મંદિરના દર્શન તમારા માટે એક સારો અનુભવ રહેશે. મંદિર અંગે કહેવામાં આવે છે કે ભગવાન શિવ સુંદરેશ્વર સ્વરૂપે દેવી પાર્વતી (મીનાક્ષી) સાથે લગ્ન કરવા પૃથ્વી પર અહીં આવ્યા હતા. મંદિર અહી જગ્યા પર આવેલ છે.

 

14 એકરમાં બનાવેલા આ મંદિરની 160 ફૂટ ઉંચાઇ છે. મંદિરની શોભા વધારવા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખી ચારે બાજુએ ઉંચી -ઉંચી દિવાલ બનાવામાં આવી છે. મંદિર પરિસરમાં બે મુખ્ય મંદિર સુંદરેશ્વર તેમજ મીનાક્ષી સિવય અન્ય બીજા મંદિર છે જ્યાં ભગવાન ગણેશ, મુરૂગન, લક્ષ્મી, રુકમણી, સરસ્વતી દેવીની પુજા થાય છે.

 

મંદિરમાં એક તળાવ છે જેને પોર્થમરાઇ કુલમ જેનો મતલબ થાય છે સોનાના કમળનું તળાવ. સોનાનું 165 ફુટ લંબાઇ અને 120 ફુટ પહોળાઇનું કમળ તળાવની વચ્ચે બનાવામાં આવ્યું છે. ભકતોનું માનવું છે કે આ તળાવની વચ્ચે ભગવાન શિવનું નિવાસ છે.

મંદિરની અંદર જવા માટે 4 મુખ્યદ્વાર છે. દર વર્ષે એપ્રિલમાં તિરૂકલ્યાણમ્ ઉત્સવ ઉજવવામાં આવે છે જે ખાસ છે. જેને 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સામેલ થાય છે.

ચેન્નાઇ એરપોર્ટથી મદુરાઇ સુધી પહોંચવા માટે 90 મિનિટ સુધીનો સમય લાગે છે. આ સિવાય મદુરાઇ એરપોર્ટ પહોંચ્યા બાદ ટેક્સી અથવા કેબ દ્વારા પણ મીનાક્ષી મંદિર સુધી પહોંચી શકાય છે.

You might also like