મેડિટેશન મોર્ફિન કરતાં પણ વધુ ઝડપથી પીડા ઘટાડે છે

મોર્ફિનને અત્યાર સુધી સૌથી સ્ટ્રોગ પેઈનકીલર માનવામાં અાવતું હતું. જો કે તેમાંથી શરીરને અનેક પ્રકારની હાની પણ પહોંચે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સ્ટ્રોગેસ્ટ પેઈનકીલર ડ્રગ કરતા પણ વધુ અસરકારક છે માત્ર થોડીક મિનિટોનું મેડ્રિટેશન.

વૈજ્ઞાનિકોએ ઊંડા શ્વાસ લેવા અને લાંબા શ્વાસ બહાર કાઢવા તેને ધ્યાન ગણાવ્યું છે. મગજના વિચારોને અટકાવીને શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની મેડિટેશનની પ્રક્રિયાથી બ્રેઈનમાં એવી એક્ટિવિટી વધે છે જેનાથી પીડાની સંવેદના ઘટે છે.

You might also like