દવાનાં લેબલ પર ગુજરાતીમાં નામ લખવા હાઈકોર્ટમાં PIL

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં વેચાતી દવાઓનાં નામ અને તેનાં કન્ટેન્ટ ગુજરાતી તથા હિંદી ભાષામાં લખાય તેવી માગ કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. દિવાળી વેકેશન બાદ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

રાજ્યમાં વેચાતી દવાઓ પર પ્રાદેશિક ભાષા ગુજરાતી તથા હિંદીમાં નામ અને દવાઓનાં કન્ટેન્ટ લખવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દવાઓ પર ઈંગ્લિશમાં આપેલી માહિતીથી કેટલાક ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે.

ગુજરાતી અને હિંદી ભાષામાં દવાઓ તથા તેનાં કન્ટેન્ટ લખવામાં આવે તો ગ્રાહકો ગેરમાર્ગે દોરાય નહીં અને યોગ્ય દવાઓ મેડિકલ સ્ટોર પરથી આસાનીથી મેળવી શકે. આ સિવાય રાજ્યમાં મળતા ફૂડ પેકેટ્સ પર પણ અંગ્રેજીને બદલે ગુજરાતીમાં માહિતી આપવા માટેની માગ કરાઈ છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ગુજરાતી અને હિંદીમાં દવાનાં લેબલ બનાવે તેવી માગ કરવામાં આવી છે. દવાઓને મામલે થયેલી જાહેર હિતની અરજીમાં દિવાળી વેકેશન બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.

You might also like