રોજે રોજ રેચક દવાઓ લેવાથી અાંતરડાંના સ્નાયુઓ ઢીલા પડે

ઘણા લોકોને સહેજ પણ કબજિયાત થાય એટલે મેડિકલ સ્ટોરમાં જઈને મળતી રેચક દવાઓ લેવાનું શરૂ કરી દે છે. લેક્ઝેટિવ તરીકે ઓળખાતી અા દવાઓ અાંતરડાંના સ્નાયુઓને ઢીલા પાડીને કબજિયાતનો પ્રોબ્લેમ વધારી શકે છે. પેટ બરાબર સાફ ન થાય તો એક્સર્સાઈઝ અને ફાયબરયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. તેના બદલે લોકો નાની ઉંમરથી રેચક દવાઓ લેવા લાગે છે. અાંતરડાં પણ એક પ્રકારના સ્નાયુઓના બનેલા છે તેને રોજેરોજ કસરત ન મળતા તે નબળા પડી જાય છે અને મૂવમેન્ટ ધીમી પડે છે. તેથી કારણ વગર અાવી દવાઓ લેવાના કારણે કબજિયાતની સમસ્યા વધી શકે છે.

You might also like