મેડિકલમાં NRI ક્વોટા અંગે વિધાનસભામાં વિધેયક લવાશે

અમદાવાદ: રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજમાં એનઅારઅાઈ ક્વોટાની બેઠકના મામલે બહાર પડાયેલા વટહુકમને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યા છે. અા સંદર્ભે હવે રાજ્ય સરકાર દ્વારા તા.રર ઓગસ્ટથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં એનઅારઅાઈ ક્વોટા સુધારા વિધેયકને બહાલી માટે રજૂ કરવામાં અાવશે.

રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં એનઅારઅાઈની ૧પ ટકા બેઠક અનામત બેઠકોને મેનેજમેન્ટની ક્વોટા સાથે ભેળવી દઈને અા બેઠકો ઉપર ગુજરાતના વિદ્યાર્થીઅોને બેઠક ઉપર પ્રવેશ મળી શકે તેવી જોગવાઈ કરતો વટહુકમ બહાર પાડવામાં અાવ્યો હતો. સરકારના અા વટહુકમથી એનઅારઅાઈ હોય તેવા લોકોને માટે નુકસાન થતું હોવાથી અા મામલે ગુજરાત હાઈકોર્ટમાં તેને પડકારવામાં અાવ્યો હતો.

અા મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના વટહુકમને રદ કરવામાં અાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના અાદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા તા.રર ઓગસ્ટથી શરૂ થતા વિધાનસભા સત્રમાં એનઅારઅાઈ ક્વોટા સુધારા વિધેયક રજૂ કરવામાં અાવનાર છે. અા સુધારા વિધેયકમાં એનઅારઅાઈ ક્વોટાની બેઠક પર માત્ર એનઅારઅાઈના સીધી લીટીના વારસદાર એટલે કે તેમના પુત્ર કે પુત્રીને જ પ્રવેશ અાપી શકાશે. જ્યારે અગાઉની જોગવાઈમાં એનઅારઅાઈ અાશ્રિત (ડિપેન્ડેન્ટ) હોય તેવી વ્યક્તિને તેમજ બેઠકના સ્પોન્સર્ડ કરનારનાં સગાં-સબંધીઅોને પણ અા ક્વોટામાં પ્રવેશ અાપવાની જોગવાઈ હતી તેને અા સુધારા વિધેયકમાં દૂર કરવામાં અાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like