મેડિકલ પ્રેવશ માટેની NEETની પરીક્ષા હવે 8 ભાષામાં લેવાશે

નવી દિલ્હીઃ  આગામી શૈક્ષણિક સત્ર 2017-18થી મેડિકલ કોલેજમાં પ્રેવશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આઠ ભાષામાં યોજાશે. આ પરીક્ષા હિંદી, અંગ્રેજી, અસમી, બંગાળ, ગુજરાતી, મરાઠી, તામિલ અને તેલુગુમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પરીક્ષાનું માધ્યમ ભલે કોઇ પણ હોય, નીટ માટે ક્વોલિફાય થનારા ઉમેદવારો અન્ય પાત્રતા માનદંડની શરતો પૂરી કરે તો રાજ્ય સરકાર અને સંસ્થાઓ અંતર્ગત ઓલ ઇન્જિયા ક્વોટા અને અન્ય ક્વોટામાં પાત્ર રહેશે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નુડ્ડાએ ગત મેમાં તમામ રાજ્યોમાં નીટને લાગુ કરવા માટે 18 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો તથા આરોગ્ય સચિવોની સાથે બેઠક યોજી હતી. સંયુક્ત સચિવ એ.કે. સિંધલે કહ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યનાં મંત્રાલયોની સાથે સામૂહિક પ્રયાસોને કારણે આ નિર્ણય લઇ શકાયો છે. જેથી રાજ્ય બોર્ડસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સમાન આધાર બની શકે. દેશમાં AIPMTની જગ્યાએ નીટ એક્ઝામ શરૂ કરવામાં આવી છે. વિવિધ રાજ્યની સરકારો સાથે આ પરીક્ષા સંબંધિત પાસાઓ પર ઉંડાણપૂર્વક વિચારવિમર્શ બાદ કેન્દ્રિય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. મુડ્ડાના નિર્દેશન પર આ નિર્યણ લેવામાં આવ્યો છે.

You might also like