રાજ્યભરના સરકારી તબીબો આજથી ત્રણ દિવસ માટે હડતાળ

રાજ્યભરમાંથી 7 હજાર 500 જેટલા ડોકટરો આ હડતાળમાં જોડાશે. રાજ્યભરના સરકારી તબીબો આજથી ત્રણ દિવસ માટે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના 125 ડોકટરો જોડાશે. રાજ્યના સરકારી તબીબોની માગ છે કે રાજ્યકક્ષાએ ડાયરેકટરની જગ્યા ઉભી કરવામાં આવે, કેન્દ્રના ધોરણે ભથ્થુ આપવામાં આવે અને સ્વૈચ્છિક નિવૃત્તિ સહિતની માગોનો સ્વીકાર કરવામાં આવે. જો કે રાજકોટના તબીબો હડતાળ ઉપર ઉતરતા વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ઇન્ટર્ન 150 જેટલા તબીબો ચાર્જ સંભાળશે. પાલનપુરમાં 127 તબીબો હડતાળ પર ઉતર્યાં. દાહોદ જિલ્લામાં 200 જેટલા ઇન સર્વિસ ડોકટરો પણ હડતાળમાં જોડાશે.

You might also like