મેડિકલ કમિશન અંગેનું વિધેયક કચરા ટોપલીમાં?

ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ફરિયાદોથી કુખ્યાત મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અસ્તિત્વને ખતમ કરીને તેના વિકલ્પ રૂપે મેડિકલ કમિશનની રચના કરવા માટેનો તખતો કેન્દ્ર સરકારે તૈયાર કર્યો હતો. નીતિ આયોગે મેડિકલ કમિશનની રચના માટે એક વિધેયક તૈયાર પણ કર્યું હતું અને તેના વિશે લોકોના પ્રતિભાવ મેળવવાના હેતુથી તેને જાહેરમાં પણ મૂકવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડા એવું પણ કહેતાં હતા કે તેને વિશે પ્રતિભાવ મળી રહ્યા છે. વિધેયકને લોકોના કહેવાતા આવકાર અને તબીબી ક્ષેત્રના ઉગ્ર વિરોધ વચ્ચે અચાનક બાજી પલટાઈ ગઈ.

શું બન્યું એ કોઈ જાણતું નથી, પરંતુ અચાનક જ એક દિવસ આરોગ્ય મંત્રાલયે એમઆઈસી કાનૂનમાં સુધારા માટેના એક નવા વિધેયકનો મુસદ્દો જારી કરી દીધો. મતલબ મેડિકલ કમિશનની વાત પડતી મૂકવામાં આવી. આ બાબતે જ્યારે આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે નીતિ આયોગે જે વિધેયક તૈયાર કર્યું હતું તેનું શું થશે? જવાબ એવો આવ્યો કે આ નીતિ આયોગ વળી કોણ છે વિધેયક તૈયાર કરનાર? મતલબ સ્પષ્ટ છે. નીતિ આયોગના વિધેયકને કચરાટોપલીમાં નાખી દેવાયું છે.
http://sambhaavnews.com/

You might also like