કરીનાની પ્રેગ્નેન્સી પર કાજોલ બોલી કાંઇક આવું..

મુંબઇઃ હાલ સૌથી વધારે સમાચારમાં બોલિવુડ અભિનેત્રીઓમાં કરીના કપૂર ખાનનું નામ મોખરે છે. કરીના કપૂર જ્યારથી પ્રેગનેન્ચ થઇ છે ત્યારથી કોઇને કોઇ બાબતને લઇને સમાચારોના કેન્દ્રમાં તે રહી છે. જેની ડિલીવરી પણ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની છે. છતાં તે તેના કામમાં સક્રિય છે. તે ક્યારેક મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. તો પોતાની પ્રેગ્નેન્સીને ખાસ બનાવવા માટે તે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવી રહી છે. હાલ મીડિયામાં કરીનાની પ્રેગ્નેન્સીને અને તેના સમાચારને સ્પેસ આપવામાં આવી રહ્યો છે ત્યારે કાજોલે આ મામલે એક ચોકાવનારૂ નિવેદન આપ્યું છે.

કાજોલે કહ્યું કે કરીના એવી પહેલી એક્ટ્રેસ નથી કે જે પ્રેગ્નેન્સીમાં કામ કરી રહી હોય, હાલ આ સમાચારોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલ સોશ્યિલ મીડિયાનો જમાનો છે. તેથી જ દરેક સમાચારને વધારીને બતાવવામાં આવી રહ્યાં છે. દરેક સામાન્ય મહિલા પ્રેગ્નેન્સીમાં નવ મહિના કામ કરે છે. પરંતુ સેલિબ્રિટીના સમાચારોને બઢાવી ચઢાવીને રજૂ કરવામાં આવે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કાજોલના આ સ્ટેટમેન્ટ પર કરીના કઇ રીતનો જવાબ આપે છે. હાલ તો તે પોતાની પ્રેગ્નેન્સીને ખૂબ જ ઇન્જોય કરી રહી છે. હાલ કરીના જે રીતે એક્ટિવ છે તે જોતા સેફે એવું નિવેદન આપ્યું છે કે તેમનું આવનારૂ બાળક સ્ટૂડિયસ હશે.

visit: sambhaavnews.com

You might also like