રૂપર્ટ મર્ડોકનાં રપ વર્ષ નાની સુપર મોડલ સાથે ચોથાં લગ્ન

લંડન: મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકે સુપર મોડલ જેરી હોલ સાથે ચોથાં લગ્ન કર્યાં છે. અત્રેના સ્પેન્સર હાઉસ ખાતે ૮૪ વર્ષના મર્ડોકે પોતાનાથી રપ વર્ષ નાની મહિલા જેરી હોલ સાથે ચોથાં લગ્ન કર્યાં છે.

ન્યૂઝ કોર્પોરેશન કંપનીના ન્યુઝપેપર ટાઇમ્સ દ્વારા તેમની સગાઇની જાન્યુઆરીમાં જાહેરાત કરાઇ હતી. બંનેએ લોસ એન્જલસમાં સગાઇ કરી હતી અને હવે લગ્ન કરી લીધાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂપર્ટ મર્ડોક આ અગાઉ ત્રણ વખત છૂટાછેડા લઇ ચૂક્યા છે. થોડા મહિના અગાઉ જેરી હોલ સાથે તેને સંબંધો શરૂ થયા હતા. જેરી હોલ સુપર મોડલ રહી ચૂકી છે. તેણે અત્યાર સુધી લગ્ન કર્યાં નથી, પરંતુ તે સિંગર સર મીક જેગર સાથે લાંબા સમયથી લીવ ઇન રિલેશન‌િશપમાં રહેતી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર જેરી અને રોલિંગ સ્ટોન્સ બેન્ડના ફ્રન્ટમેન તરીકે ઓળખાતા જેગર સાથે જેરી ૧૯૭૭થી ૧૯૯૯ સુધી લીવ ઇન રિલેશન‌િશપમાં રહી હતી. બંનેનાં ચાર બાળકો પણ છે. મર્ડોક અને જેરી લગ્ન કર્યા બાદ ખુશખુશાલ છે અને પોતાના ભવિષ્યને લઇને ઉત્સાહિત છે. ૧૯૩૧માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલ મર્ડોક હાલ અમેરિકાના નાગરિક છે અને રૂ.૮પ,૦૦૦ કરોડની સંપત્તિના માલિક છે.

You might also like