સેન્સેક્સની છ કંપનીઓની માર્કેટ કેપમાં ૩૦ હજાર કરોડનો વધારો

મુંબઇ: પાછલાં સપ્તાહે શેરબજારમાં ભલે ઘટાડો જોવાયો હોય, પરંતુ સેન્સેક્સની અગ્રણી ૧૦ કંપનીઓમાંથી છ કંપનીઓની માર્કેટ કેપમાં ૩૦,૯૬૮ કરોડનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, જેમાં ઓએનજીસી અને રિલાયન્સ કંપનીની માર્કેટ કેપમાં મોટો સુધારો જોવાયો છે.

તો બીજી બાજુ ટીસીએસ, આઇટીસી, ઇન્ફોસિસ અને કોલ ઇન્ડિયા કંપનીની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. ઓએનજીસીની માર્કેટ કેપમાં ૯,૪૧૧ કરોડ, જ્યારે રિલાયન્સની માર્કેટ કેપમાં ૯,૦૩૨ કરોડનો સુધારો જોવાયો છે. એ જ પ્રમાણે એસબીઆઇની માર્કેટ કેપમાં ૫,૮૬૦ કરોડ, જ્યારે એચડીએફસી બેન્કની માર્કેટ કેપમાં ૨,૩૯૨ કરોડનો સુધારો નોંધાયો છે. ટીસીએસની માર્કેટ કેપમાં ૧૧,૬૧૫ કરોડ, ઇન્ફોસિસની માર્કેટ કેપમાં ૫,૮૪૫ કરોડનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આઇટીસી કંપનીની માર્કેટ કેપમાં ૨,૬૩૩ કરોડનો ઘટાડો નોંધાઈ ૨,૮૯,૬૪૭ કરોડની સપાટીએ જોવાઇ હતી.

You might also like