‘પ્રેમ’માં પાકિસ્તાન પહોંચ્યો હતો ભારતીય એન્જિનિયર, ફટકારાઇ 3 વર્ષની સજા

ઇસ્લામાબાદ: મુંબઇના 31 વર્ષીય યુવક હામિદ નેહાલ અંસારીને પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાન જવું ભારે પડી ગયું. જાસૂસીના આરોપમાં તેને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી બંને વચ્ચે પ્રેમ થયો હતો. પાકિસ્તાનના અધિકારીઓના અનુસાર તેણે ગેરકાનૂની રીતે આવવાની વાત સ્વિકારી છે. નેહલ રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહટમાં સજા સંભળાવવામાં આવી હતી. જેલના પ્રવક્તા જણાવ્યા અનુસાર તેને પેશાવર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.

બીજી તરફ ભારતે પાકિસ્તાન પાસે માંગણી કરી છે કે ડિપ્લોમેટ્સે નેહલને મળવા દેવામાં આવે. સાથે જ તેની સુરક્ષાની માંગણી કરી છે. એક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ બાદ એમબીએ સુધી અભ્યાસ કરી ચૂકેલા અંસારીને સ્વિકાર્યું છે કે તે પાકિસ્તાનમાં જાસૂસી કરવા માટે આવ્યો હતો. તેના સાત ફેસબુક એકાઉન્ટ અને 30 ઇમેલ આઇડી છે. તેની પાસેથી કેટલાક સંવેદનશીલ દસ્તાવેજ પણ મળ્યા હતા.

આ પહેલાં પાકિસ્તાને સ્વિકાર્યું હતું કે વ્યવસાયે એન્જિનિયર ભારતીય નાગરિક નેહાલ હામિદ અંસારી તેમની કેદમાં છે. મુંબઇનો રહેવાસી હામિદ નવેમ્બર 2012માં કથિત રીતે મુશ્કેલીમાં ફસાયેલી પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે પાકિસ્તાનમાં દાખલ થયો હતો અને ત્યારથી લાપતા હતો. થોડા દિવસો પહેલાં પાકિસ્તાન સ્થિત પેશાવર હાઇકોર્ટે હામિદની માતા ફૌજિયાએ એક અરજી દાખલ કરી પોતાના પુત્રની શોધખોળની માંગણી કરી.

મુંબઇના અંધેરી વેસ્ટમાં રહેનાર હામિદ નેહાલ અંસારી 2012માં પોતાની પ્રેમિકાને મળવા માટે અફઘાનિસ્તાનની બોર્ડરથી પાકિસ્તાન પહોંચ્યો હતો. તેના ગાયબ થયા બદ તેના માતા-પિતાએ પોતાના પુત્રને શોધવામાં કોઇ કસર છોડી નહી, પરંતુ તે મળ્યો નહી. માતા ફૌજિયાએ આ મુદ્દે મહારાષ્ટ્રના તત્કાલીન સીએમ પૃથ્વીરાજ ચૌહાણ પાસે મદદની અપીલ કરી. પછી તેમને એક એક્ટિવિસ્ટ ગ્રુપે જણાવ્યું કે તેમનો પુત્ર પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારબાદ તેના પિતા નેહાલ અંસારીએ કહ્યું હતું કે અમારા માટે રાહતના સમાચાર છે કે તે જીવતો છે.

પાકિસ્તાન-ભારત પીપુલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસીએ આ અંગે કહ્યું હતું કે હામિદની મદદ કરનારાઓને પાકિસ્તાનમાં દરેક વખતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. હામિદના પિતાએ કહ્યું કે અમે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી અને તેમણે સકારાત્મકતા દર્શાવી છે. હવે અમને આશા છે કે સરકાર અમારી મદદ કરશે. હામિદની માતાએ કહ્યું કે અમે પાકિસ્તાનના આર્મી ચીફ રાહિલ શરીફ અને પીએમ નવાજ શરીફને અપીલ કરી છે કે તે નેહલની સજાને માફ કરાવે.

You might also like