શું તમે જાણો છો રસ્તા પર બનેલી પીળી અને સફેદ લાઇનનો મતલબ?

રસ્તા પર ચાલવા માટે ટ્રાફિક રુલ્સ જાણવા ખૂબ જરૂરી છે અને વ્હીકલ્સ ચલાવનાર લોકો આ નિયમોનું પાલન પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા પર બનેલી સપેદ અને પીળી રેખાઓના કેટલાક નિયમો હોય છે.

1. સોલિડ વ્હાઇટ લાઇન
આ લાઇન એ વાતનો નિર્દેશ કરે છે કે ગાડી એક જ લેનમાં ચાલશે, એટલે કે જે લેન પર હશે તે જ લેન પર ચાલશે.

2. ડબલ સોલિડ યલો લાઇન
અહીંયા તમે પાસિંગ અને ઓવરટેક કરી શકતાં નથી.

3. તૂટક યલો લાઇન
આ લાઇન હેઠળ પાસિંગ કરી શકાય છે.

4. સોલિડ યલો લાઇન વિથ બ્રોકન યલો લાઇન
જો તમે તૂટક રેખાઓ સાઇડ ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમે સરળતાથી ઓવરટેક કરી શકો છો, પરંતુ તમે બીજી તરફ ગાડી ચલાવી રહ્યા છો તો ઓવરટેક કરી શકતા નથી.

5. બ્રોકન વ્હાઇટ લાઇન
રસ્તાની વચ્ચોવચ એક નિશ્વિત અંતર પર બનેલી સફેદ લાઇન્સ એ વાતનો નિર્દેશ આપે છે કે અહીં લેન બદલી શકાય છે.

6. વન સોલિડ લાઇન
આ રેખા હેઠળ પાસિંગ અને ઓવરટેક કરી શકાય છે, પરંતુ તમારે પીળી લાઇનને ક્રોસ કર્યા વગર ઓવરટેક કરવાની હોય છે. આ સાથે સાથે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે.

You might also like