જો અચાનકથી બાળક ફેરવવા લાગે સારવણી, તો મળે છે આ ખાસ સંકેત

ઘરોની સાફ-સફાઇને લક્ષ્મીની સાથે જોડવામાં આવે છે. સાવરણીનો સીધો સંબંધ સફાઇની સાથે છે તે માટે શાસ્ત્રોમાં પણ તેણે દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વૈદિક માન્યતાઓ અનુસાર ઘરમાં સાવરણી રાખવાના સ્થાનથી લઇને તેના ઉપયોગ કરવા સુધીના વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું પરિવાર માટે ફાયદાકારક સાબિત થાય છે.

સાવરણીના પ્રયોગને લઇને કેટલીક માન્યાતાઓ છે જેવી કે સવારની શરૂઆતમાં સૌથી પહેલા સાવરણીથી ઘરની સફાઇ કરવી, નવા ઘરમાં જૂની સાવરણી ન લઇ જવી, સૂર્યાસ્ત પછી ઘરમાં સાવરણી ન ફેરવવી જેવી… આ એવી માન્યતાઓ છે કે જેનાથી ઘરની દરિદ્રતા દૂર થઇને લક્ષ્મીનો સ્થાઇ નિવાસ થાય છે.

આ સિવાય સાવરણી રાખવાને લઇને પણ કેટલીક માન્યતાઓ રહેલી છે. એવું માનવામાં આવે છે કે સાવરણીને ક્યારેય ઉભી ન મૂકવી જોઇએ, નહી તો ઘરના વ્યકિતના દુશ્મનોની સંખ્યામાં વધારો થાય છે.

આ સિવાય એવી પણ માન્યતા છે કે સાવરણીને ક્યારેય ખુલ્લામાં ન રાખવી જોઇએ, પરંતુ ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઇએ જ્યાં તેના પર કોઇની નજર ન પડેય. ખાસ કરીને બહારથી આવનાર લોકો અને મહેમાનોની નજર તો તેના પર બિલ્કુલ ન પડવી જોઇએ.

આ પ્રકારની એક અન્ય માન્યતા બાળકને લઇ છે. ઘણીવખત જોવા મળે છે કે બાળક અચાનકથી જ પોતાના રમકડાં છોડીને સાવરણી ઉઠાવીને રમવા લાગે છે, અથવા તો ઘરમાં મોટીની નકલ કરવા માટે સાવરણી ફેરવીને સફાઇ કરવા લાગે છે. જ્યારે પણ બાળક આવું કરે ત્યારે શાસ્ત્રીય અર્થોમાં તેણો મતલબ ઘરમાં અતિથિ આવવાના છે, તેનો સંકેત આપે છે.

You might also like