10 અંકોના પાનકાર્ડમાં દરેક આંકડામાં હોય છે તમારી માહિતી : જાણો શું છે આંકડાનું મહત્વ

નવી દિલ્હી : ઇન્કમ ટેક્સ વિભાગની પહેલી સીડી પાન કાર્ડ છે. પાનકાર્ડ દ્વારા જ આવકવેરા વિભાગ તમને ઓળખે છે. કાર્ડધારક હોવા પર જ
આવકવેરા વિભાગની ઓફીસમાં તમારૂ અસ્તિત્વ ગણવામાં આવે છે. પાન કાર્ડ બેંકમાં એકાઉન્ડ ખોલાવવાથી માંડીને ઓળખ કાર્ડ કઢાવવા
સુધી તમામ જગ્યાએ જરૂરી છે. આવક વેરા વિભાગમાં ટેક્સપેયર્સની ઓળખ તેનાં સ્થાયી ખાતા ક્રમાંડ અથવા પાન દ્વારા કરવામાં આવે છે.
આ કાર્ડમાં 10 અંકનાં Alpha numeric હોય છે. આ હંમેશા માટે એક જ વાર આપવામાં આવે છે. જે દરેક વ્યક્તિને અલગ અલગ
અપાય છે. તેનાં કારણે લોકોની આર્થિક લેવડ દેવડમાં પારદર્શિતા માટે જરૂરી માનવામાં આવે છે. પાન કાર્ડમાં તમારી જન્મ તારીખની નીચે
10 આંકડાનો પર્મેનેન્ટ એકાઉન્ડર નંબર હોય છે. જેમાં દરેક આંકડાનો એક અર્થ હોય છે. જે તમારી સરનેમથી માંડીને તમામ જાણકારી આપતો
હોય છે.
જાણો શું હોય છે દરેક આંકડાનો અર્થ
પાનકાર્ડમાં આપવામાં આવેલા પ્રથમ ત્રણ ડીટીજ અંગ્રેજી લેટરથી હોય છે. જેમ કે AAA,ZZZ,API અથવા કોઇ પણ હોઇ શકે છે. આ
ત્રણ આંકડા ક્યા હશે તેનો નિર્ણય આવકવેરા વિભાગ કરે છે. પાનકાર્ડમાં અપાયેલ ચોથો આંકડો અંગ્રેજીમાં હોય છે. આ ધારકનું સ્ટેટસ જણાવે
છે. જે નીચે આપેલી યાદીમાંથી એક હોઇ શકે છે.
P -એકલ વ્યક્તિ
F – ફર્મ
C – કંપની
A – AOP (એસોસિએશન ઓફ પર્સન)
T – ટ્રસ્ટ
H – HUF (હિન્દૂ અનડિવાઇડેડ ફેમિલી)
B – BOI (બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ)
L – લોકલ
J – આર્ટિફિશિયલ જ્યુડિઇશિયલ પર્સન
G – ગવર્નમેન્ટ
પાનકાર્ડનો પાંચમો આંકડો પણ અંગ્રેજીમાં હોય છે. આ ધારકની સરનેમ અનુસાર હોય છે. જેમ કે સરનામ જોશી હોય ચો પાંચમો આંકડો J હશે. ત્યાર બાદનાં ચાર ડિજીટ 0001 થી લઇને 9999 સુધીનાં કોઇ પણ હોઇ શકે છે. આ નંબરની સીરીઝ ઇન્કમ ટેક્સ વિભાગમાં ચાલી રહેલ સિરિઝ અનુસાર આપવામાં આવે છે. પાનકાર્ડનાં 10 આંકડામાં છેલ્લો અંક પણ આલ્ફાબેટમાંથી કોઇ પણ હોઇ શકે છે.

You might also like