નામ બદલી નાખવાથી અરૂણાચલનો કોઇ હિસ્સો ચીનનો ન થઇ જાય : બાગલે

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગોપાલ બાગલેએ ગુરૂવારે અરૂણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવતા કહ્યું કે કોઇ પણ ક્ષેત્રનું નામ બદલી દેવા માત્રથી બિનકાયદેસર કબ્જો જમાવી શકાય નહી. તેમણે ચીનને ચેતવણીનાં સુરમાં કહ્યું કે, તિબેટ ધર્મગુરૂ દલાઇ લામાનાં અરૂણાચલ પ્રદેશ મુલાકાત પર ચીડાઇને ચીને અરૂણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નામ બદલીને પોતાનો હિસ્સો દર્શાવ્યો હતો.

ચીનનાં સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સનાં અનુસાર નાગરિક મુદ્દાનાં મંત્રાલયે 14 એપ્રીલે નવા નામની જાહેરાત કરી. ચીની, તિબેટી અને રોમન વર્ણોમાં આ સ્થળોનાં નામ કઇ રીતે લખવામાં આવશે તેનો માનક પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ છ સ્થળોનું નામ વોગ્યૈનલિંગ, મિલા રી, ક્વાઇદેનગાબરે રી, મેનક્યુકા, બૂમો લા અને નામાકાપુબ રી રાખવામાં આવ્યું છે.

અખબારે ચીની વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ પગલુ વિવાદિત ક્ષેત્રમાં દેશની ક્ષેત્રીય સંપ્રભુતાને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. બીજિંગની મિંજૂ યૂનિવર્સિટી ઓફ ચાઇનાનાં પ્રોફેસર જિયોંગ કુનજિનનાં હવાલાથે કહ્યું કે, માનકીકરણનું આ પગલુ એવા સમયે ઉઠાવાયું છે જ્યારે દક્ષિણ તિબેટનાં ભૂગોળને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે.

You might also like