હવે પાસપોર્ટ બનાવવો થયું આસાન, આધાર કાર્ડ ગણાશે જન્મનું પ્રમાણપત્ર

728_90

નવી દિલ્લી: પાસપોર્ટ બનાવવાના નિયમોમાં બદલાણની જાહેરાત કરવામાં આવી છે. હવે પાસપોર્ટ બનાવવા માટે કરવામાં આવતી અરજી દરમિયાન ઉપયોગમાં લેવાનારા જન્મના પ્રમાણપત્ર બનાવવામાં માટે સરકારી કચેરીઓના આટાંફેરા કરવાની જરૂર નહિ પડે. સરકારે આધાર કાર્ડને જ જન્મના પ્રમાણપત્ર તરીકે જાહેર કરવાની વાત કરી છે.

વિદેશ મંત્રાલયે બહાર પાડેલા પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે નવી વ્યવસ્થા પ્રમાણે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા આસાન થઈ જશે. આ પહેલાના કાયદામાં 26/01/1989 પછીથી જન્મેલા લોકોએ પાસપોર્ટ બનાવવા માટે જન્મનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી હોતી.

પાસપોર્ટ બનાવવાના નવા નિયમો હેઢળ ડ્રાઇવિંગ લાઇસન્સ, પેનકાર્ડ અને આધારકાર્ડ, મેટ્રિક સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ પણ જન્મતારીખના પ્રમાણપત્ર તરીકે કામ કરશે. સાધુ-સન્યાસીઓના પાસપોર્ટ માટે પણ સરકારે નિયમ આસાન કર્યા છે. તેમણે પાસપોર્ટની અરજી દરમિયાન આધ્યામિક ગુરુના નામનો ઉલ્લેખ કરવાનો રહેશે. એકલા માતા અથવા એકલા માતાવાળા બાળકો માટે પાસપોર્ટ બનાવવા માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે જે માત્ર એક પાલક કે ગાર્ડિયનનું નામ લખીને કામ ચલાવી શકે છે. પરિણીત યુવકોને લગ્નનું પ્રમાણપત્ર આપવાની જરૂર નહિ પડે.

You might also like
728_90