મહિલા પ્લેયરે કર્યો ખુલાસો, 13 વર્ષની ઉંમરમાં જ બની હતી યૌન શોષણનો ભોગ

અમેરિકાના પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ જિમનાસ્ટ મકૈલા મારોનેએ ખુલાસો કરતા કીધુ હતુ કે અમેરિકા જિમનાસ્ટિક ટીમના ડૉક્ટર લેરી નસાર તેની સાથે શોષણ ત્યારથી કરતો હતો જ્યારે તે ફક્ત 13 વર્ષની જ હતી. 22 વર્ષીય જિમનાસ્ટ મકૈલા તે 200 મહિલાઓમાંથી છે, જેમને લેરી નસાર પર જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યા છે. 54 વર્ષીય આરોપી ડૉક્ટર લેરી નસાર અત્યારે જેલમાં છે.

લેરી નસાર પર જાતિય શોષણ કરવાના આરોપ લગાવ્યા પછી પોતાના પહેલા ઈન્ટરવ્યૂહમાં વાતચીત કરતા કીધુ હતુ કે 13 વર્ષની ઉમ્રે મેડિકલ ટ્રીટમેન્ટના નામે તેની સાથે જાતિય શોષણ કર્યુ હતુ. અને તેના પછી આ જાતિય ટ્રીટમેન્ટ હજારો વખત થયુ હતી. મકૈલાએ જણાવ્યુ હતુ કે લેરીએ તેમને એવું કહ્યુ હતુ કે આ વાતને કોઈ નહીં સમજે અને ઓલમ્પિક મેડલ લેવા તારે આ કરવુ જ પડશે અને ત્યાગ પણ કરવુ પડશે. તુ લોકોને આના વારામાં નહી બતાવી શકીશ. તમને જણાવી દઈએ કે મકૈલા મારોને વર્ષ 2012 ના ઓલમ્પિક રમતની ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યુ હતુ. મકૈલાએ જણાવ્યુ કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તે ટીમ સાથે જાપાન ગઈ હતી. ત્યારે લેરી નાસરે તેને નશાની ગોળીઓ ખવડાવીને તેને જાતિય શોષણ કર્યુ હતુ.

મકૈલાએ કીધુ કે જમવાના બહાને તેને તેનો વિશ્વાસ જીત્યો હતો. મકૈલાએ જણાવ્યુ કે જ્યારે ટ્રેનીંગ દરમિયાન તેના કોચ ડાઈટ પર નજર રાખતા હતા, ત્યારે તે સંતાળીને તેને ખાવાનું ખવડાવતો હતો. મકૈલા વર્ષ 2016માં જિમનાસ્ટિકથી સન્યાસ લઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ટ્વીટર પર #MeToo ચાલ્યુ હતુ, જેમાં દુનિયાભરના લોકોએ મહિલાઓ સાથે થયેલા જાતિય શોષણ ની ઘટનાઓનું ઉલ્લેખ કર્યો હતો. આ મીટુ કેંપેન દરમિયાન લેરી નાસરની જાણકારી દુનિયા સુધી પહોંચી હતી. ધીરે-ધીરે 200 જિમનાસ્ટે સ્વીકાર કર્યુ કે લેરી નાસરે તેમની સાથે જાતિય શોષણ કર્યુ છે. અત્યારે લેરી નાસર 175 વર્ષની સજા કાપી રહ્યો છે. આ કેસનો ચુકાદો આપતા જજે કીધુ હતુ કે આ વિશ્વના ઈતિહાસનો સૌથી મોટો ચાઈલ્ડ મોલેસ્ટર છે.

You might also like